સફેદ વાઘની જોડી અમદાવાદથી ઝુને બદલામાં અપાય: ઝુમાં સંખ્યાનો આંક ૩૪૧ પહોંચ્યો

રાજકોટ મ્યુનિ.ના પ્રાણી સંગ્રહાલય તથા કમલા નહેરુ ઝુલોજીકલ ગાર્ડન, અમદાવાદ વચ્ચે વન્ય પ્રાણી વિનિમય માટે સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દિલ્હી દ્વારા મળેલી મંજુરી અંતર્ગત રાજકોટ ઝૂ દ્વારા સિંહ માદા-૧ તથા સફેદ વાઘ માદા-૧ આથી તેના બદલામાં અમદાવાદ ઝૂ ખાતેથી વિવિધ પ્રકારના રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવેલ છે.જેમા એલેકઝાન્ડર પેરાકીટ-૬, રોઝ રીંગ પેરાકીટ-૬, હેરોન નાઇટ-૧૦, વ્હાઇટ આઇબીસ-૬, રોઝી પેલીકન-૪, કોકાટીલ-૩૦, સ્નેક કિલબેક ચેકર્ડ-૩, ઇન્ડિયન પાયથોન-૪, કોર્મોરન્ટ લીટલ-૬, તેમજ ઇન્ડિયન કોબ્રા-૨ નો સમાવેશ થાય છે. કુલ મળીને ૭૭ રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવેલછે. નવા આવેલા તમામ બે સપ્તાહ સુધી કોરેન્ટાઇનમાં રાખ્યા બાદ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે.ઝૂ ખાતે દર વર્ષે નવા નવા વસાવતા ઝૂમાં મુલાકાતીઓની સંખ્યા તથા ઝૂની આવકમાં વધારો થયેલ છે. જેમ કે એપ્રિલ-૨૦૧૬ થી ઓકટોબર-૨૦૧૬ દરમ્યાન ૩,૨૯,૧૬૮ મુલાકાતીઓએ નિહાળ્યા  અને રૂ૬૭,૩૭,૨૯૫ ની આવક થયેલ. એપ્રિલ-૨૦૧૭ થી ઓકટોબર-૨૦૧૭ દરમ્યાન ૩,૭૯,૬૬૭ મુલાકાતીઓએ નિહાળ્યા અને રૂ૯૬,૬૯,૩૫૫ ની આવક થયેલ.હાલ રાજકોટ ખાતે મુખ્યત્વે સિંહ, દીપડા, બે પ્રજાતિના વાઘ, બે પ્રજાતિના રીંછ, ત્રણ પ્રજાતિના વાંદરા, છ પ્રજાતિના હરણ, ચાર પ્રજાતિના શ્ર્વાન કુળના પ્રાણીઓ, સાત પ્રજાતિના નાના પ્રાણીઓ, છ પ્રજાતિના સરીસૃપ પ્રાણીઓ, સોળ પ્રજાતિના પક્ષીઓ વિગેરે મળી કુલ ૪૭ પ્રજાતિના કુલ ૩૪૧ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.