• આજે વિશ્ર્વ અલ્ઝાઈમર્સ દિવસ
  • વૃધ્ધોમાં ભૂલવાની તકલીફ અંગે જાગૃતતા લાવવા ‘વિશ્ર્વ અલ્ઝાઈમર્સ દિવસ’ ઉજવાય: આ વર્ષની થીમ ‘ડિમેન્શિયાને જાણો, અલ્ઝાઈમર્સને જાણો’

ઘણીવાર વૃદ્ધો એવું કહેતા હોય છે કે, ” કશું યાદ નથી રહેતું… અથવા તો ભૂલી ગયા..” જો આવું સાંભળવા મળે તો તુરંત સાવચેત થઈને તેમના આરોગ્યની તપાસ કરાવવી. વૃદ્ધાવસ્થામાં ભૂલી જવું એ સામાન્ય તકલીફ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે અલ્ઝાઈમર્સની શરૂઆત હોઈ શકે છે.

‘વૃદ્ધોની ભૂલવાની તકલીફ’ એટલે કે અલ્ઝાઈમર્સ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 21 સપ્ટેમ્બરનો દિવસ ‘વલ્ર્ડ અલ્ઝાઈમર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. જેની વર્ષ-2024ની થીમ છે ‘ડિમેન્શિયાને જાણો, અલ્ઝાઈમર્સને જાણો’.

નોંધનીય છે કે, ‘અલ્ઝાઈમર્સ ડિસીઝ ઈન્ટરનેશનલ’ (ફેડરેશન) દ્વારા સન 1994માં વર્લ્ડ અલ્ઝાઈમર્સ ડેની શરૂઆત કરવામાં આવી હતી. ‘અલ્ઝાઈમર્સ ડિસીઝ ઈન્ટરનેશનલ’ એ વિશ્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ) સાથે સત્તાવાર રીતે સંકળાયેલા વિશ્વભરના વિવિધ 84 જેટલા અલ્ઝાઈમર્સ એસોસિએશનનું એક ઈન્ટરનેશનલ ફેડરેશન છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં હાલની સ્થિતિમાં આશરે 3.56 કરોડ લોકો અલ્ઝાઈમર્સથી પીડાઈ રહ્યા છે અને વર્ષ 2030 સુધીમાં આ આંકડો ડબલ તેમજ 2050 સુધીમાં ત્રણ ગણો થઈ જવાની શક્યતા છે.

નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, ડિમેન્શિયા – અલ્ઝાઈમર્સને ઉંમર સાથે થતી સામાન્ય તકલીફ તરીકે જોવી જોઈએ નહીં. આ એક બીમારી છે અને તેની અનેક અસરો થતી હોય છે. આથી ડિમેન્શિયા – અલ્ઝાઈમર્સની તકલીફ ધરાવતા વૃદ્ધોનું માનવ ગૌરવ અને તેના માનવ અધિકાર જળવાઈ રહે તે રીતે તેની સાથે વર્તવું જોઈએ અને કાળજી લેવી જોઈએ. ઉંમર થાય એટલે યાદશક્તિ નબળી થઈ જ જાય એવું લોકો માને છે, પરંતુ આ તકલીફમાં યાદશક્તિ એટલી હદે નબળી પડે કે માણસ પોતાના પરિવારજનોને કે પોતાને પણ ભૂલી જાય છે. આ ગંભીર તકલીફને અલ્ઝાઈમર્સ કહે છે.

મોટાભાગે 60 વર્ષથી ઉપરના લોકોમાં 50થી 75 ટકા લોકો આ રોગથી પીડાય છે. મોટા ભાગે આ બીમારી વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. જો કે નિષ્ણાતના મત મુજબ ક્યારેક 30 વર્ષ જેવી નાની ઉંમરે પણ જોવા મળે છે. જોકે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

સામાન્ય રીતે ન્યૂરોન્સ અંદરોઅંદર એકબીજા સુધી સંદેશ મોકલે છે. જેને કારણે વિવિધ શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. આ તકલીફમાં ન્યૂરોન્સ એવી કોશિકાઓ છે જે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ જાય તો પછી ઠીક થઈ શકતી નથી અને નવી પણ બની શકતી નથી. આ ક્ષતિ કાયમી હોય છે. જ્યારે ન્યૂરોન્સ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે એકબીજા સુધી સંદેશ પહોંચાડી શકતા નથી, તેમનો પરસ્પરનો સંપર્ક તૂટી જાય છે. આ રીતે મગજના વિવિધ ભાગ જે સામાન્ય રીતે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે, તે સારી રીતે કામ કરી શકતા નથી. પરિણામે અલ્ઝાઈમર્સના દર્દીઓના વ્યવહાર અને વ્યક્તિત્વમાં પરિવર્તન જોવા મળે છે.

અલ્ઝાઈમર્સ ઉંમર સાથે સંકળાયેલી બીમારી છે અને તેના ત્રણ સ્ટેજ હોય છે. પ્રારંભિક અવસ્થામાં વ્યક્તિમાં એનાં ખૂબ જ સામાન્ય લક્ષણો દેખાય છે. જ્યારે એના બીજા સ્ટેજમાં તકલીફો વધે છે. તે પોતાને અને પરિવારજનોને ભૂલવા લાગે છે. ત્રીજા સ્ટેજમાં તકલીફ ખૂબ જ વધી જાય છે અને દર્દીને એકલા છોડી શકાતાં નથી.

નોંધનીય છે કે, અલ્ઝાઈમર્સ એક એવો રોગ છે જેનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. તેની દવાઓથી દર્દીને રાહત મળી શકે છે અને તેને નિયંત્રણમાં રાખી શકાય છે. અલ્ઝાઈમર્સના પહેલા સ્ટેજમાં વ્યક્તિને યાદશક્તિની તકલીફો શરૂ થઈ જાય, તો એની દવા સ્મૃતિને ટકાવી રાખવામાં મદદરૂપ થાય. બીજા કે છેલ્લા સ્ટેજમાં એની અસર પૂરેપૂરી થતી નથી, પરંતુ ઓછા પ્રમાણમાં થતી હોય છે.

અલ્ઝાઈમર્સ અંગે આજે સમાજમાં જોઈએ તેટલી જાગૃતિ જોવા મળતી નથી તેથી જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનાં કારણે લોકો આ તકલીફને સમજે અને તેનાથી પીડાતા વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ તથા સંવેદના રાખી સમાજને વધુ સુંદર બનાવીએ.

અલ્ઝાઈમર્સ શું છે અને તેની શરૂઆત કેવી રીતે થાય છે?

વ્યક્તિની વિચારવાની અને તર્ક કરવાની શક્તિ એટલી ઓછી થઈ જાય કે એના રોજીંદા જીવનમાં જરૂરિયાતનાં કામોમાં અસર થવા લાગે છે. મગજના રોગને ડિમેન્શિયા કહે છે. જે સૌથી સામાન્ય પ્રકારનો ડિમેન્શિયા છે એ છે અલ્ઝાઈમર્સ ડિસીઝ.

અલ્ઝાઈમર્સ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે, જેમાં મગજના કોષો મરતા જાય છે અને તેનાથી વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઘટતી જાય છે. ઉપરાંત અન્ય ઘણી માનસિક તકલીફો પણ થવા લાગે છે. દર્દીના મગજમાં સંદેશો પહોંચાડનારી કોશિકાઓ એટલે કે ન્યૂરોન્સ યોગ્ય રીતે કામ કરી શકહતી નથી.

અલ્ઝાઈમર્સના સામાન્ય લક્ષણો

  • યાદશક્તિમાં એવો ઘટાડો થાય કે રોજિંદા જીવનમાં તકલીફ પડે. તાજેતરની ઘટનાઓ ભુલાઈ જાય અથવા તો ઘટનાની અમુક એવી વસ્તુઓ જે સામાન્ય રીતે ભૂલી જ ન શકાય, છતાં પણ ભૂલી જવાય.
  • ખૂબ જ સરળ કામ કરવામાં પણ તકલીફ પડે. જે વસ્તુઓ વર્ષોથી કરતા હોય એ વસ્તુઓ અચાનક ન થઈ શકે અથવા કેવી રીતે થાય એ સમજી ન શકાય.
  • કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ કરવું હોય, ગોઠવણ કરવી હોય તો તેમને બિલકુલ ફાવે નહીં.
  • કોઈ પણ વસ્તુમાં નિર્ણય ન લઈ શકે અને બરાબર ધ્યાન ન આપી શકે.
  • જ્યાં નિયમિત આવવા-જવાનું થતું હોય એવા રસ્તાઓ ભુલાઈ જાય. ઘણી વખત પોતાના ઘરે પાછો જવાનો રસ્તો પણ ભુલાઈ જાય. સમયનું ખાસ ધ્યાન ન રહે.
  • બોલવામાં પણ તકલીફ પડે. ઉપરાંત એકને એક વસ્તુ વારંવાર બોલ્યા કરે.
  • મૂડ અને પર્સનાલિટી વારંવાર બદલાયા કરે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.