ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. આઇ, કે.શેખ, હે.કો. દેવાભાઇ, ભોપાભાઈ, વસંતભાઈ, સરદારસિંહ, શેખાભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા ચોટીલા તાલુકાના પાંચવડા ગામે ઉગમણી કરાળ પાટી તરીકે ઓળખાતી સીમમાંથી આરોપી (૧) જયંતીભાઈ વેલશીભાઇ સોલંકી રહે. પાંચવડા, (૨) રાજુભાઇ ભાણભાઇ સોલંકી રહે. પાંચવડાં તથા (૩) મનસુખભાઇ મોહનભાઇ સોલંકી રહે. ખેરાણા વાળા હાજર મળી આવતા, તેઓને સાથે રાખી, આરોપી રાજુભાઇ વાડીમાં *સર્ચ ઓપરેશન* હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, વાડીની અંદર આવેલ ખાડામાંથી *જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૭૪૪ કિંમત રૂ. ૨,૨૮,૦૦૦/- તથા મો.સા. નં. ૦૧ કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૪૮,૦૦૦/- ના કુલ મુદ્દામાલ* સાથે પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી લાલાભાઇ વિહાભાઇ મેટાળીયા હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગાયેલાનું જાણવા મળેલ હતું. પકડાયેલ મુદ્દામાલ બાબતે પકડાયેલા તથા નાસી ગયેલ *આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. દેવાભાઈ ખીમાભાઇએ* સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…
Trending
- ઈરાને whatsapp અને Google Play પર થી બેન હટાવ્યો…
- Health Tips : દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો…
- આપણે હજું ઘણું સુધરવાની જરૂર: આજથી કરો શરૂઆત
- વેરાવળમાં નૂતનધર્મ સ્થાનકનો રવિવારે ઉદ્ઘાટન સમારોહ
- Samsungએ કર્યા Sonic સિરીઝના માઇક્રોએસડી કાર્ડ લોન્ચ…
- અમદાવાદ: મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય,કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ
- Appleના સસ્તા અને ઉપયોગી ઉપકરણો…
- 2025 walkswagon અને skoda પોતાના નામે કરશે