આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ:તસ્કરો હાથ વેતમાં

સૌરાષ્ટ્રના અગ્રતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વિવિધ ગામોમાંથી ખેડૂતો જણસીઓ વેચવા આવતા હોય ગતરાત્રીના નંબર પ્લેટ વગરની ઇકો કારમાં ધસી આવેલા બે શખ્સોએ રૂપિયા સવા બે લાખની કિંમતના ૭૪ મણ કાળા તલ ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ ખોડલ ધામ સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કષ્ટભંજન ટ્રેડિંગ નામે દુકાન ધરાવતા નિલેષભાઇ મોહનભાઇ મહેતા દ્વારા ખરીદી કરાયેલા ક્યાં ૧૨૬૦૦૦ ની કિંમતના ૪૨ માં કાળા તલ તેમજ માર્કેટિંગ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા સાગરભાઇ ભીમજીભાઇ વૈષ્ણવ દ્વારા ખરીદ કરાયેલા ૯૬૦૦૦ ની કિંમતના બત્રીસ મણ કાળા તલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવતા સીટી પી.એસ.આઇ બીએલ ઝાલા દ્વારા આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

સીસીટીવીમાં દેખાતા ફૂટેજ મુજબ આરોપી ઓ નંબર પ્લેટ વગરની ગ્રે કલરની ઇકો કારમાં ધસી આવ્યા હોય અને મોટા વાહનો ની આડ માં દરવાજામાંથી બહાર નીકળી ગયા હોય નજરે ચડી જતા પોલીસે શોધ શરૂ કરી છે અને ટૂંક

સમયમાં જ ઝડપાઈ જશે તેવું જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.