એક્ષપેરિમેન્ટલ પ્લાઝામાં સિસ્ટમનું ડિઝાઈન, ડેવલોપમેન્ટ અને ફેબ્રિકેશન કરવા અંગે એમ.ઓ.યુ. કરવા રૂ.૧૧ લાખ મંજૂર
આઈ.આઈ.એમ. ખાતે ત્રિદિવસીય ટ્રેનીંગ વર્કશોપ માટે રૂ.૨૮ લાખ નામંજૂર કરાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ નિલામ્બરીબેન દવેની અધ્યક્ષતામાં મંગળવારે ફાયનાન્સ કમીટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ ફાયનાન્સીયલ બાબતની ચર્ચા-વિચારણા કરીને અંદાજે ૧.૧૦ કરોડના કામોને મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં ૭૪ લોઅર કન્ફિગરેશન ડેસ્કટોપ કમ્પ્યુટર ખરીદવા રૂ.૨૪.૮૬ લાખ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
તેમજ એક્ષપેરીમેન્ટલ પ્લાઝા સીસ્ટમનું ડિઝાઈન ડેવલોપમેન્ટ અને ફેબ્રિકેશન કરવા અંગે એમઓયુ કરવા તા આ અંગે નાર ખર્ચ માટે રૂ.૧૧ લાખ મંજૂર કરાયા હતા. તેમજ યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા રૂસાની ગાઈડ લાઈન મુજબ ગ્રાન્ટમાંથી પસંદીત પ્રતિભાગીયો માટે આઈઆઈએમ ખાતે ત્રિદિવસીય ટ્રેનીંગ માટે રૂ.૨૮ લાખના ખર્ચની દરખાસ્ત સર્વાનુમતે નામંજૂર કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફાર્મસી ભવનમાં વિર્દ્યાથીઓના કલાસરૂમ માટે બેન્ચીંગ ખણીદવા લોએસ્ટ રકમ રૂ.૭.૧૩ લાખ મંજૂર કરાયા હતા. તેમજ ફાર્મસી ભવનમાં ડિજીટલ બેલેન્સ સાધનની ખરીદી માટે તેમજ ડિજીટલ વેધીગ બેલેન્સ સાધન (૨૫૦ ગ્રામ)ની ખરીદી કરવા રૂ.૩.૩૯ અને રૂ.૩.૭૦ લાખ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
ઓટોમેટીક વર્ટીકલ ઓટોકલેવ સાધનની ખરીદી માટે ૧ લાખ મંજૂર કરાયા હતા. આ ઉપરાંત ફાર્મસી ભવનમાં ૨૦ માઈક્રોસોફટ સાધન ખરીદવા ૨.૭ લાખ અને વિધાઉટ રીમુવેબલ આઈપીસ ૪૫ માઈકોપીસ ખરીદવા ૫.૮૬ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૮-૧૯ ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં જુદી જુદી રમતમાં ખેલાડીઓ, કોચ તથા મેનેજરને ૩૨૫ નંગ ટ્રેક સુટ ખરીદવા રૂ.૨.૮ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
ભૈતિક શાથ ભવનમાં એકસ્પર્ટ પ્રો. એકઆરડી મશીનના એન્યુઅલ મશીન કોન્ટ્રાકટ કરવા રૂ.૧.૯૪ લાખ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સાયન્સ ભવનમાં એમએસસીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવા રૂ.૨.૭૧ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. કેમેસ્ટ્રી ભવનમાં યુપીએલસી ઈન્સ્ટ્રુમેન્ટના સ્પેર પાર્ટસ ખરીદવા રૂ.૧.૧૩ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
શિક્ષણ શાથ ભવનમાં અનુદાનીત કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામમાં આવેલ ઉમેદવારોને નાસ્તા અને ભોજનનો ખર્ચ રૂ.૧.૬૩ લાખ મંજૂર કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ૬ હાયર કન્ફિગરેશન ડેસ્કટોપ કમ્પ્યુટર ખરીદવા રૂ.૩.૨૯ લાખ અને પરીક્ષા કોમ્પ્યુટર વિભાગની જરૂરીયાત મુજબ બીજા અન્ય ૩ કોમ્પ્યુટર ખરીદવા રૂ.૨.૩૯ લાખ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
સૌ.યુનિ. ખાતે મળેલ ફાયનાન્સ બેઠકમાં કુલ ૧.૧૦ કરોડના કામને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ફાયનાન્સ કમીટીની બેઠકમાં સીન્ડીગેટ સભ્ય ડો.નેહલ શુકલ, ડો.ભરત રામાનુજ, ડો.વિજય પટેલ, કુલ સચિવ ડો.ધિરેન પંડયા અને મુખ્ય હિસાબી કે.એન.ખેર તેમજ ઓડિટર લીનાબેન ગાંધી સહિતનાઓ ઉપસ્તિ રહ્યાં હતા.