રાજકોટ સમાચાર : સોશિયલ મીડિયા જેવા કે વૉટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર મુકતા સ્ટેટસ અને સ્ટોરી દ્વારા તેઓ પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે જેને લઇ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ડિમ્પલ રામાણીના માર્ગદર્શનમાં પાયલ પરમારે 1080 લોકો પર સર્વે કર્યો જેમાં ચોંકવનારા તથ્યો સામે આવ્યા
આજના આધુનિક યુગમાં વ્યક્તિએ મોબાઈલ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ તરફ દોરાયો છે. તેના કારણે વ્યક્તિની આસપાસ ઘણા સભ્યો અથવા વ્યક્તિઓ હોવા છતાં પણ તે એકલતા અનુભવે છે વધુ પડતા મોબાઈલ ફોનના ઉપયોગ કરવાથી વ્યક્તિમાં સમાયોજન કરવાની અથવા સંવેદન સાધવામાં તકલીફ અનુભવાય છે. વધારે પડતો સમય મોબાઇલ ફોન પર પસાર કરવાના કારણે તેનામાં વ્યવહારિક જ્ઞાનની પણ ઉણપ જોવા મળે છે. આજના યુગમાં દરેક નાના બાળકો લઈને મોટા વ્યક્તિ પાસે મોબાઇલ છે.
તેના કારણે દરેક વ્યક્તિ પોતાની પર્સનલ લાઇફમાં જ રહે છે અને પોતાના જ પરિવારના સભ્યો કે મિત્રો સાથે સમય પસાર કરતા નથી તેના કારણે તેઓ ખૂબ જ એકલતાનો અનુભવ કરે છે. તેઓ પોતાની લાગણીઓને શેર કરી શકતા નથી અથવા તેઓ કેવી રીતે વ્યક્તિની સમક્ષ પોતાની લાગણીઓ અથવા સમક્ષ સમસ્યાઓને વ્યક્ત કરવી તે તેઓને સમજાતું નથી. માટે જ તેઓ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં અડચણ અનુભવે છે. તેનું માત્ર એક જ કારણ છે કે આજના આધુનિક યુગમાં વ્યક્તિએ અન્ય બીજી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો નથી. તેના કારણે જ પોતાની લાગણીઓ અન્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરી શકતો નથી.
આજના સમયમાં વ્યક્તિએ અન્ય વ્યક્તિને કહી ને લાગણી વ્યક્તિ નથી કરી શકતી પરંતુ તેની લાઇફમાં શું થઈ રહ્યું છે. તે જાણવું એ અઘરું પણ નથી રહ્યું કારણ કે તે વ્યક્તિ પોતાની લાગણીને વ્યક્ત કરવાનું માધ્યમ પણ મોબાઈલ ફોન ને જ બનાવે છે. સોશિયલ મીડિયા પર મુકતા સ્ટેટસ અને સ્ટોરી દ્વારા તેઓ પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. આ વિશે મનોવિજ્ઞાન ભવન ના અધ્યાપક ડૉ. ડિમ્પલ રામાણી ના માર્ગદર્શન માં પાયલ પરમારે 1080 લોકો પર સર્વે કર્યો હતો.
સર્વે દરમિયાન સામે આવેલા લોકોના અભિપ્રાયો:-
- 73% જેટલા ટકા લોકો દરરોજ સ્ટેટસ અથવા સ્ટોરી અપલોડ કરે છે.
- 70 % જેટલા લોકો હકારાત્મક સ્ટેટસ અપલોડ કરે છે.
- 60 % પ્રેમ હૂંફ અને આનંદ જેવા આવેગો રજુ થાય તેવા સ્ટેટસ અપલોડ કરે છે.
- 25% અપરાધ ભાવ અને હતાશા જેવા આવેગો રજુ થાય તેવા સ્ટેટસ અથવા સ્ટોરી અપલોડ કરે છે.
- 27% જેટલા લોકો પોતાનામાં રહેલા ક્રોધ અને આક્રમકતા ને વ્યક્ત કરવા માટે તે મુજબના સ્ટેટસ અપલોડ કરે છે.
- 18% લોકોએ ધાર્મિક સ્ટેટસ અપલોડ કરે છે.
- 91% કેટલા લોકો પોતાના સ્વભાવ અને મૂડ મુજબ સ્ટેટસ અપલોડ કરે છે.
- 73% જેટલા લોકોએ કોઈ અન્ય વ્યક્તિને ઉદ્દેશીને સ્ટેટસ અપલોડ કરે છે.
- 58% લોકો અન્ય વ્યક્તિના સ્ટેટસથી પ્રભાવિત થઈ જાય છે.
- 90% વ્યક્તિઓ બીજા વ્યક્તિઓને પ્રભાવિત કરવા માટે સ્ટેટસ અપલોડ કરે છે. અને અન્યને આકર્ષવા માટે સ્ટેટસ અપલોડ કરે છે.
- 90% લોકોએ પોતાના સ્ટેટસ પર રીપ્લાય આવે તેનાથી પ્રભાવિત થઈ જાય છે અને વધુ વ્યક્તિઓને આકર્ષિત કરવા માટેના પ્રયત્નો કરે છે.
- 54% લોકો પોતાના સ્ટેટસ ગુપ્ત રીતે અપલોડ કરે છે. જેથી અમુક વ્યક્તિઓ જે સ્ટેટસ જોઈ શકે.
- 10% જેટલા લોકો એ સામાન્ય એપ્લિકેશન કરતા વધારે ફીચર્સ ધરાવતી એક્સ્ટ્રા ઓર્ડિનરી એપ નો ઉપયોગ કરે છે.
- 50% લોકો એવું માને છે કે તેઓ પોતાની લાગણી સ્ટેટસ દ્વારા વ્યક્ત કરી દે છે.
- 90% જેટલા લોકો પોતાની રોજીંદી જિંદગીની પરિસ્થિતિ અનુસરીને સ્ટેટસ અપલોડ કરે છે.
- 10% જેટલા લોકોને સ્ટેટસ મુકતા ખચકાટ અનુભવાય છે. કારણ કે તેઓને અન્ય વ્યક્તિઓ તેના સ્ટેટસ પરથી જજ કરશે એવું અનુભવાય છે.
સર્વે દરમિયાન લોકો પાસેથી મળેલા વિશેષ મંતવ્યો:-
- સ્ટેટસના માધ્યમ દ્વારા ઘણી સારી બાબતો લોકો પહોંચાડવા માં આવે છે.
- ઘણી વખત સ્ટેટસ અપલોડ કરીને પોતાની જાતને ખુશી પણ અનુભવાય છે.
- સ્ટેટસ મુકવાથી વ્યક્તિના વ્યક્તિત્વની ઝાંખી તેમાં જોવા મળે છે.
- ઘણા લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે સ્ટેટસ અપલોડ કરતા હોય છે.
- ઘણી વખત સ્ટેટસ દ્વારા વિશેષ માહિતીઓ પણ પ્રાપ્ત થઈ શકે છે.
- ઘણી વખત વ્યક્તિ અન્ય વ્યક્તિને કહી નથી શકતી ત્યારે તે સ્ટેટસના માધ્યમ દ્વારા તેની સમક્ષ પોતાની વાત રજૂ કરી શકે છે.
- સ્ટેટસ મૂકવું એ ખોટું નથી પરંતુ તે આપણા જિંદગીનો હિસ્સો પણ નથી.
- ઘણા વ્યક્તિના સ્ટેટસ પરથી તેના વ્યક્તિત્વ વિશે ખ્યાલ આવે છે પરંતુ કોઈ ના સ્ટેટસ જોઈને તેને જજ ન કરી શકે.
- ઘણા સ્ટેટસ માંથી આગળ વધવાની પ્રેરણા મળે છે.
- ઘણા લોકો આનંદ માટે પણ સ્ટેટસ મૂકે છે.
- ઘણા લોકો સ્ટેટસ માંથી અમુક પ્રકારનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતા હોય છે.
- વિધા એક સ્ટેટસ મૂકીને વ્યક્તિમાં પરિવર્તન પણ લાવી શકાય છે.
- ઘણા લોકોના સ્ટેટસએ આપણે એકલતામાંથી દૂર કરી શકે છે.
- અમુક પ્રકારના સ્ટેટસ જોવાથી વ્યક્તિના મૂળ અને સ્વભાવમાં પણ પરિવર્તન આવી શકે છે.
કારણો:-
- એકલતા નો અનુભવ.
- વાસ્તવિક સંબંધો નથી અહીંયા એટલે કુત્રિમ સંબંધો બનાવવા નો પ્રયત્ન.
- પોતાની લાગણી પણ ખાસ વ્યક્તિને કહી ના શકવું.
- જનરેશન ગેપ.
- અનુકરણ.
- દેખાદેખી નો ભાવ.
- મૂલ્યાંકન અને આત્મ મૂલ્યાંકન નો અભાવ.
- ભૌતિક સુવિધા વધી છે.
- સમજવા કરતા જજ કરવા વાળા વધારે છે.
સૂચનો:-
- લોકો સાથે પ્રત્યાયન કરતા શીખો.
- પોતાની લાગણીને અન્ય વ્યક્તિ સાથે વ્યક્ત કરતા શીખો.
- પોતાના માટે અલગ સમય ફાળવો.
- સ્ટેટસમાં વિધાયક સ્ટેટસ અપલોડ કરો.
દા.ત. શિક્ષણને લગતા.
- અન્ય સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરવો.
- પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો.