- લોન અપાવી દેવાના બહાને બે ભાઈએ આચયું કૌભાંડ, બંને શખ્સ શોધખોળ
- બાબરા ખાતે ફરસાણનો વ્યવસાય કરતાં વેપારી સાથે પરિચય કેળવી લોન અપાવી દેવાના બહાને અલગ અલગ ચાર્જીસ સહિતના નામે રૂપિયા 73 લાખની છેતરપિંડી આચાર્યાની બે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે વધુ વિગત મુજબ
અપ્પુ જોષી બાબરા
બાબરા ગામે રહેતા રહીમભાઇ મજીદભાઇ અગવાન તથા જાવેદભાઇ મજીદભાઇ અગવાન નામના આરોપીએ ગત ડીસેમ્બર-2022 થી ડિસે.2023 સુધીના સમયગાળા દરમિયાન પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ પુર્વ આયોજીત કાવતરૂ રચી, બાબરા તાલુકાના અમરાપરા ગામે રહેતા હિતેષભાઇ મનુભાઇ ધંધુકીયા નામનાં 38 વર્ષિય ફરસાણના વેપારી યુવકને લોન આપવવાના બહાને તેમના કિંમતી અને જરૂરી ડોક્યુમેન્ટ મેળવી લઇ વેપારી યુવકનું ઇન્ડસ્લેન્ડ બેંક બોટાદ મુકામે ખાતું ખોલાવી જેમાં રૂપિયા 47,68,409 તેમજ આઇ.ડી.એફ.સી ફસ્ટ બેંક ગોંડલ બ્રાન્ચમાં ખાતામાં વેપારી યુવકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેની જાણ બહાર બેંક ખાતુ ખોલાવી જેમાં રૂપિયા 26,04,310 જેટલી રકમ મળી કુલ રૂપિયા 73,72,719 નું તેમજ બાબરા ગામના અન્ય લોકોના પણ બેંક ખાતા ખોલાવી તે લોકોની જાણ બહાર બેંક એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક તેમજ ઇન્ટરનેટ બેંકીગના આઇ.ડી. પાસવર્ડ બેંકો પાસેથી મેળવી પોતાની પાસે રાખી જે ખાતામાં યુક્તિ પ્રયુક્તિથી ગુજરાત રાજ્ય તથા બહારના રાજ્યમાંથી ખાતાધારકના ખાતામાં પૈસા મંગાવી પોતે ખાતાધારક હોય તે રીતે પૈસા મોકલનાર સાથે ડીલ કરી પૈસાની અન્ય કોઇ બીજા ખાતાઓમાં લેપટોપ તથા મોબાઇલ ફોન વિગેરે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો ઉપયોગ કરી અલગ-અલગ ટ્રાન્જેકશન કરી, પોતાનો તથા પૈસા મોકલનારને આર્થિક લાભ પહોંચાડી વેપારી યુવક તથા અન્ય લોકો સાથે પણ આ બંને આરોપીઓએ વિશ્વાસઘાત છેતરપીડી કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાય છે.