એચએસઆરપી અંગે પત્રકાર પરિષદમાં અપાઈ વિગતો
હાઈ સિકયુરીટી નંબર પ્લેટના માધ્યમથી અત્યાર સુધીમાં ૭૩ લાખ વાહનોને સુરક્ષીત કરાયા હોવાની વિગતો આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં અપાઈ હતી. એચએસઆરપી નંબર પ્લેટ નાખવાનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની એફટીએ, એચએસઆરપી સોલ્યુશન પ્રા.લી. દ્વારા લોકોને સુરક્ષીત નંબર પ્લેટ અંગે જાગૃત થવા અપીલ કરાઈ હતી.રાજયમાં હાઈ સિકયુરીટી નંબર પ્લેટ નાખવાની કામગીરીનો પ્રારંભ વર્ષ ૨૦૧૨ના નવેમ્બર માસમાં થયો હતો. હાલ કંપનીની ગાંધીનગર સ્થિત ત્રણ ફેકટરીમાં નંબર પ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે.રાજયમાં અત્યાર સુધીમાં ૭૩ લાખ વાહનોને હાઈસીકયુરીટી નંબર પ્લેટના માધ્યમથી સુરક્ષીત કરવામાં આવ્યા છે. આવી નંબર પ્લેટથી ડિઝીટલ ડેટાનો સંગ્રહ થાય છે અને સુરક્ષા પ્રણાલી વધુ મજબૂત બને છે. દરરોજ કંપની ૬૦ હજારથી વધુ બ્લેન્ક પ્લેટનું નિર્માણ કરે છે. આ પ્લેટ માટે રો-મટીરીયલ યુરોપ, નોર્થ અમેરિકા અને સાઉથ ઈસ્ટ એશિયામાંથી આયાત કરવામાં આવે છે. નિર્માણ પાછળ હાઈ સ્કીલ ધરાવતા ઓપરેટરો કામ કરે છે.એચ.એસ.આર.પી. નંબર પ્લેટ નાંખવાનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની એફ.ટી.એ. એચ.એસ.આર.પી. સોલ્યુશન્સ પ્રા.લી. દ્વારા આજે પત્રકાર પરિષદમાં અંગે માહિતી આપી લોકોને જાગૃત થવા માટે અપીલ કરી હતી. જેથી ખોટા તત્ત્વો વાહનોનો ખોટા કામ માટે ઉપયોગ કરતાં અટકી શકે. તેમજ નંબર પ્લેટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જૂનાં વાહન ધારકો પોતાનું વાહન આરટીઓમાં લઈ જઈ નવી નંબર પ્લેટ નંખાવી શકે છે. તે માટે સાથે આરસી બુક અને વીમો ભરેલી રસીદ લઈ જવી ફરજિયાત છે. ટુ-વ્હીલરની નંબર પ્લેટના ચાર્જ રૂ ૧૪૦ અને ફોર વ્હીલરની પ્લેટનો ચાર્જ રૂ.૪૦૦ છે. પત્રકાર પરિષદમાં એક્ઝિકયુટિવ ડિરેકટર અનુરોગ ચૌધરી અને રીજિયન હેડ પ્રવિણ ઉપાધ્યાય હાજર રહ્યાં હતા. સૌરાષ્ટ્ર ઝોનના હેડ શૈલેષ રાણા, પાન ઈન્ડિયાના હેડ સુબોધ ભાવલેકર અને હ્યુમન રીસોર્સીસ હેડ પ્રવિણા વ્યાસે કામગીરી સંભાળી હતી.