- રાજકોટ જિલ્લાનું સૌથી વધુ તો દાહોદનું 40.19 ટકા સાથે સૌથી ઓછું પરીણામ
- 61 શાળાઓનું પરીણામ 10 ટકા કરતા ઓછું
- 196 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-વન ગ્રેડ, 3303 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-ટુ ગ્રેડ
- એ-ગ્રુપના વિદ્યાર્થીઓનું 78.40 ટકા પરીણામ, બી-ગ્રુપના વિદ્યાર્થીઓનું 68.58 ટકા પરીણામ, એ-બી ગ્રુપના વિદ્યાર્થીઓનું 78.38 ટકા પરીણામ
રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 64 શાળાઓ
આજે જાહેર થયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં રાજ્યની 64 સ્કૂલો એવી છે જેમનું પરિણામ 100 ટકા આવ્યું છે એટલે કે આ સ્કૂલોમાંથી પરિક્ષા આપેલ વિદ્યાર્થીઓ પૈકી તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવ્યુ હતું . આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પણ પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. પાછલાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી, જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતાં નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.
શિક્ષણ બોર્ડની વેબસાઈટ ૂૂૂ.લતયબ.જ્ઞલિ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. ધોરણ 12 સાયન્સમાં અ1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે અ2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે.
રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા જ સ્કૂલોમાં શિક્ષકો સહિત વિધાર્થીઓ-વિધાર્થિનીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને આંનદ-ઉલ્લાસ સાથે ગરબે ઘૂમ્યા હતા.
બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયુ છે. ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. 72 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 72.05 ટકા વિદ્યાર્થીનીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા હતા. 196 વિદ્યાર્થીઓને અ1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓ અ2 ગ્રેડ સાથે પાસ થયા હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.04 ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા, એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યુ હતું.
અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનું પરિણામ ઘણું સરખું
આજે જાહેર થયેલા પરિણામમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરિણામ 72.57 ટકા આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમમની શાળાઓનું પરિણામ 72.04 ટકા આવ્યું છે.