રાજકોટ ખાતે આવેલી મહાત્મા ગાંધી શાળામાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
શાળાના ચેરમેનશ્રી રાજુભાઈ પરીખ દ્વારા આમંત્રિત મહેમાનશ્રીઓ શ્રી યશવંતગીરી ગોસ્વામી (પ્રોફેસર, કણસાગરા કોલેજ), ડો. દિનેશચંદ્ર ઉચાટ (પૂર્વ અધ્યક્ષ શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી) અને સ્મીતેશભાઈ રૂપારેલિયા (સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ કસ્ટમ અને એક્સાઇઝ) ને આવકારવામાં આવ્યા હતા.
પ્રોફેસર ડો.યશવંતગીરી ગોસ્વામી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
શાળાના સ્કાઉટ અને ગાઈડ દ્વારા માર્ચ પાસ રજુ કરવામાં આવી.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર ડાન્સ, સોન્ગ, વકતવ્ય અને ડ્રિલ રજુ કરવામાં આવી.
શાળાના ચેરમેન શ્રી દ્વારા ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.
સાથો સાથ સ્કાઉટ અને ગાઈડ પ્રવૃત્તિમાં રાજ્ય પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓ અને ખેલ મહાકુમ્ભમાં જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ વિજેતા થયેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.