સાબરકાંઠા જિલ્લા નો ૭૦મો પ્રજાસત્તાક દિનની ઉજવણી વડાલી આર્ટસ કોલેજ ખાતે યોજવામાં આવ્યો. જેમાં પાણી પુરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી સલામી આપી સંબોધન કરવામા આવ્યુ અને પરબતભાઇ પટેલ દ્વારા પરેડ નિરીક્ષણ કરી લોકોનુ અભિવાદન ઝીલવામા આવ્યુ હતુ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમા પોલીસ પરેડ અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ ટેબ્લો દ્વારા  પ્રદર્શન કરવામા આવ્યુ હતુ અને સરકારના વિવિધ કામોનુ મંત્રીશ્રી પરબતભાઇના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ જેમા શાળા અને કોલેજના વિધાર્થીઓ દ્વારા યોગા , ગરબા અને દેશ ભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યા હતા અને સરકારના વિવિધ વિભાગમા શ્રેષ્ઠ સેવાઓ બદલ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી બહુમાન કરવામા આવ્યુ ત્યારબાદ મંત્રીશ્રી અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા સાબરકાંઠા ડીડીઓ – સ્તુતિ ચરણ,  ઇડર – વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા , સાંસદ – દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચેતન્ય માંડલિક , ઇડર પ્રાંત કલેકટર એ જે દેસાઈ, વડાલી મામલતદાર અને જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે હર્ષોલ્લાસથી ૭૦ મા પ્રજાસત્તાકદિન ઉજવણી કરવામા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.