હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીયરન્સ કમિટીના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગરે છેલ્લા એક વર્ષના કાર્યકાળનો હિસાબ રજૂ કર્યો:૯૧૪ કરોડના ખર્ચે બનાવાશે ૧૦૨૫૮ આવાસ
રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીયરન્સ કમિટીના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગરના ચેરમેન તરીકેના છેલ્લાર એક વર્ષના કાર્યકાળ દરમ્યાન આવાસ યોજના ક્ષેત્રે મહતવની કામગીરી કરેલ છે.
જેમાં, મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના, સફાઈ કામદારોની આવાસ યોજના, બીએસયુપી યોજના અંતર્ગત ગોકુલ નગર આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા સ્માર્ટ ઘર આવાસો વિગેરે વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન આવાસ યોજના લગત કામગીરી કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન આવાસ યોજનામાં મુખ્યમંત્રી ગૃહ યોજના પેકેજ ૫+૬ અંતર્ગત રૂ.૩૧.૬૭ કરોડના ખર્ચે કુલ ૪૭૦ આવાસો. પીએમએવાય ૧૨૬૬ અંતર્ગત રૂ.૮૫.૩૩ કરોડના ખર્ચે કુલ ૧૨૬૬ આવાસો. પીએમએવાય સ્માર્ટ ઘર-૧ અંતર્ગત રૂ.૨૬.૩૮ કરોડના ખર્ચે કુલ ૩૮૪ આવાસો. પીએમએવાય-એએચપી અંતર્ગત રૂ.૨૬.૮૪ કરોડના ખર્ચે કુલ ૪૮૮ આવાસો. પીએમએવાય સ્માર્ટઘર ૩ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૮૬.૫૬ કરોડના ખર્ચે ૧૧૭૬ આવાસો. પીએમએવાય સ્માર્ટઘર ૪ઇ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૯.૪૭ કરોડના ખર્ચે કુલ ૧૨૮ આવાસો. પીએમએવાય સ્માર્ટઘર ૨ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૪૭.૦૭ કરોડના ખર્ચે કુલ ૬૧૬ આવાસો. પીએમએવાય સ્માર્ટઘર ૪ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૩૯.૮૩ કરોડના ખર્ચે કુલ ૫૨૮ આવાસો. પીએમએવાય સ્માર્ટઘર ૫ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૩૭.૦૭ કરોડના ખર્ચે કુલ ૫૪૪ આવાસો. પીએમએવાય સ્માર્ટઘર ૬ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૧૦૮.૩૫ કરોડના ખર્ચે કુલ ૧૫૮૪ આવાસો. વેસ્ટ ઝોન પેકેજ ૧ અંતર્ગત રૂ.૨૦૯.૧૩ કરોડના ખર્ચે કુલ ૧૩૮૦ આવાસો. વેસ્ટ ઝોન પેકેજ ૨ અંતર્ગત રૂ.૫૪.૮૪ કરોડના ખર્ચે કુલ કુલ ૫૪૨ આવાસો. વેસ્ટ ઝોન પેકેજ ૩ અંતર્ગત કુલ ૧૫૧.૫૫ કરોડના ખર્ચે કુલ ૧૧૫૨ આવાસો બનાવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૦૨૫૮ આવાસો રૂ.૯૧૪.૦૯ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા જે અંતર્ગત રૂ.૧૨૧.૭૯ કરો કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને ૨૫૫.૩૩ કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળી હતી.
કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.