હળવદ જીઆઇડી પાસે કરવામાં આવેલા ફાયરિંગમાં એક વ્યકિતનું મોત તથા બે વ્યકિત ઘાયલ થઇ હતી. જયારે 35થી વધુ વાહનોને આગ લગાડવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઇ છે. હત્યાના પડઘા ધ્રાંગધ્રા, થાન અને સુરેન્દ્રનગર શહેરમાં પણ પડયા હતા. મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ. અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.
– અમદાવાદથી કચ્છ જતી એસટી બસને પોલીસ સ્ટેશને લઇ જવાઇ
– 20 થી 25 બસોને પોલીસ સ્ટેશને લઇ જવાઇ
– મુસાફરોને હળવદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા
– SP કક્ષાના ત્રણ અધિકારીઓને મોકલામાં આવ્યા
– ડી.એચ. પરમારને ધાંગ્રધ્રા રવાના કરાયા
– એ.આર. મુલિયાણીને હળવદ રવાના કરાયા
– ગાંધીધામના SP ભાવના પટેલને મોરબી રવાના કરાયા
– 20 થી 25 બસોને પોલીસ સ્ટેશને લઇ જવાઇ
– મુસાફરોને હળવદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા
– SP કક્ષાના ત્રણ અધિકારીઓને મોકલામાં આવ્યા
– ડી.એચ. પરમારને ધાંગ્રધ્રા રવાના કરાયા
– એ.આર. મુલિયાણીને હળવદ રવાના કરાયા
– ગાંધીધામના SP ભાવના પટેલને મોરબી રવાના કરાયા
– DIG કક્ષાના ત્રણ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવાનો આદેશ કરાયો
– ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ શાંતિ જાળવવા અપીલ કરી
– જૂથ અથડામણના કારણે હળવદ સજ્જડ બંધ
– સુરેન્દ્રનગર અને મોરબી બન્ને જિલ્લામાં આવતી કાલે સાંજે 6 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ