ઉત્સવ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ, અંગદાન જાગૃતિ તેમજ સંકલ્પ સેવા કાર્યક્રમ યોજાયો
ઉત્સવ ગ્રુપ દ્વારા તાજેતરમાં મહારકતદાન કેમ્પ અંગદાન જાગૃતિ તેમજ સંકલ્પ સેવા કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ૭૦૦ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા હતા. જરુરીયાતમંદ દર્દીઓ માટે જય રામનાથ ડેરીફોર્મ કેનાલ રોડ, ખાતે બુધવારના રોજ સ્વ. ઉત્સવ પીપરવાની રપમી જન્મ જયંતિ નીમીતે ઉત્સવ ગ્રુપના દિનેશભાઇ કે. પીપરવા, દીલીપભાઇ કે. પીપરવા, બીપીનભાઇ કે. પીપરવા, માહીર ડી. પીપરવા, હેમલ ડી. પીપરવા, જય ડી. પીપરવા દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ સાથે અંગદાન જાગૃતિ તેમજ સંકલ્પ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મૃતકોની આંખો, હ્રદયના વાલ્વ, બોન (હાકડા)ચામડી, લીવર પેન્કીયાસ કીડની, ફેફસા અને નાનુ આતરડું આટલા અંગો અન્ય માસસને જીંદગી બક્ષવા દાન થઇ શકે છે. મતલબ કે માનવ શરીરના આટલા અંગોનું દાન થઇ શકે છે.
એક વ્યકિતના અંગદાનથી સાતથી આઠ જેટલા મરણાસન્ન દર્દીને જીવનદાન આપી શકાય છે. આ રકતદાન કેમ્પમાં ૭૦ થી વધારે બોટલ લોહી એકત્ર થયું હતું અને સાથે ૭૦૦ લોકોએ અંગદાનના ફોર્મ ભરી અંગદાન માટે સહમતિ આપી હતી.
અંગદાન માટેની વિશેષ માહીતી માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના મિતલ ખેતાણી (૯૮૨૫૨ ૫૬૫૭૮) ડેનીસ આડેસરા (૭૬૦૦૫ ૦૫૦૫૦) ડો. દિવ્યેશ વિરોજા (૯૮૨૫૨ ૫૬૫૭૮) ડો. સંકલ્પ વણઝારા (૯૮૨૪૪ ૫૯૬૯૫) નીતીનભમા ઘાટલીયા અને ભાવનાબેન મંડલીનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.