ઓખા ગાંધીનગરી વિસ્તાર બસ સ્ટેશનને જોડતો એક ૮૦ વર્ષ જુનો રોડ આવેલ છે કે જયાં ગાંધીનગરી વિસ્તારમાં ઓખાની ૬૦% વસ્તી રહે છે અને આ રોડનો ઉપયોગ ઓખાની ૮૦% લોકો કરે છે. આ રોડ વચ્ચે એક રેલ લાઈન આવેલી છે. હમણા થોડા દિવસથી રેલવે દ્વારા અહીં ફાટક નાખવાના બદલે આ રસ્તા પર લોખંડની થંભો નાખી કાયમને માટે આ રસ્તો બંધ કરી દેવાતા ઓખાની ૮૦% કરતા વધારે વસ્તી હાલ આવન જાવન માટે તકલીફ ભોગવી રહી છે. કોઈ બિમાર વ્યકિતને દવાખાને પહોંચાડવા માટે પણ અન્ય રસ્તે આવન જાવન કરવું પડે છે અને લોકોને વધારાના રીક્ષા ભાડા ખર્ચીને અન્ય રસ્તેથી આવન જાવન કરવું પડે છે.
સૌથી વધારે મહિલાઓને પીવાના પાણી માટે બેળા લઈને આ રસ્તો પાર કરવા મોટી તકલીફ રહે છે અને વૃદ્ધ અને બિમાર વ્યકિતને ચાલીને જવા માટે પણ આ લોખંડની ગ્રીલો અડચણરૂપ રહે છે. આજરોજ ઓખા મહિલા મંડળ તથા ગાંધીનગરી વિસ્તારની પ્રજા સાથે મળી સ્ટેશન મેનેજરને લેખીત રજુઆત કરી હતી અને આ અંગે તુરંતમાં ઘટતું કરવા લોકમાંગ ઉઠી છે. આ ટ્રેકનો ઉપયોગ યાર્ડમાં ગાડી લઈ જવા આઠ દિવસમાં ત્રણ વાર જ ઉપયોગ કરવાનો રહે છે.