પુત્રના કરોડોના કૌભાંડમાં વૃધ્ધાની પણ સંડોવણી
દેશમાં મહિલાઓ પણ હવે પુરૂષ સમોવડી બની રહી છે. સારા કામમાં તો ઠીક પણ હવે ઠગાઈ કે કૌભાંડ કરવામાં ય મહિલાઓ પાછળ નથી કયારેક પરિવારના કોઈ સભ્ય કૌભાંડ આચરે તો અર્ધાગિની એટલે પત્ની પણ સામેલ થતી હોય છે. પણ એક ૭૦ વર્ષિય વૃધ્ધા પણ પોતાના કૌભાંડમાં સામેલ હતા અને પુત્રની કેટલીય ઓન પેપર કંપનીઓમાં ભાગીદાર હતી.
નોઈડા પોલીસે ફ્રેન્ચાઈઝી અને નોકરી દેવાના નામે ૧૦૦ કરોડની ઠગાઈના કિસ્સામાં ૭૦ વર્ષિય મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા પોતાના પુત્ર ઓનપેપર ઉભી કરેલી કેટલીય કંપનીઓમાં ભાગીદાર હતી.
નોઈડા પોલીસે ફ્રેન્ચાઈઝી અને નોકરી દેવાના બાને ૧૦૦ કરોડની ઠગાઈ કરવાના મામલામાં ફરાર માસ્ટર માઈન્ડ રાજેશકુમારના ૭૦ વર્ષિય માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગાજીયાબાદ ખાતેથી સીમાદેવીની ધરપકડ કરી છે. કેટલીય કંપનીઓમાં તેણીની ભાગીદારી હોવાની વાતો બહાર આવી છે.
પોલીસે જણાવ્યુંં હતુ કે સીમાદેવી પાસેથી નકલી દસ્તાવેજો ઉપરાંત કેટલીક ખાનગી ચેનલોનાં નકલી ઓળખપત્રો પણ મળી આવ્યા છે.
તમને એ જણાવીએ કે થાણા ફેઝ ૩ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી હાઈપર માર્ટ કંપની સામે ૮ લોકોએ ફરિયાદ કરી છે. અને અન્ય ૩૨ લેખીત ફરિયાદો પણ થઈ છે. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ તમામ કંપનીઓ બોગસ છે અને લોકો સાથે નોકરી આપવા તથા ફ્રાન્ચાઈઝીનાં બહાને ઠગાઈ કરતી હતી.
પોલીસે આ ઠગ પાસેથી સોનાના બિસ્કીટ, ધરેણા, ચાંદીનાં સિકકા, મોંઘી લકઝરી મોટરો પણ કબ્જે કર્યા છે. આ ઉપરાંત ૧૧૭ એટીએમ, ૭૧ પાન કાર્ડ, ૯ આધારકાર્ડ ૧૯ મતદાર કાર્ડ, ૧૭ ડ્રાઈવીંગ લાયસન્સ સાથે કેટલાક ઈલેકટ્રોનીક સામાન પણ કબ્જે કર્યા છે. સોનાના બિસ્કીટ તથા ધરેણાનું વજન ૩.૩૩૦ કિલો અને ચાંદીના સિકકાનું વજન ૨૪૨ ગ્રામ છે. આ ઉપરાંત ૧૩૫૪૫૫૦ રોકડા પણ કબ્જે કરાયા છે. જયારે તેમના ખાતામાં ૫૬ લાખ મળ્યા છે.