• બેંકના અનેક ફ્રોડ અને ચોકકસ સિન્ડીકેટની પેઢી સામે જન-જાગૃતિતા કાર્યક્રમો,રણનીતિ સાથે નાગરીક બેંક બચાવો સંઘ આગામી દિવસોમાં અવાજ ઉઠાવશે

ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી જનસંધ અને સંઘ પરિવારના હજારો કાર્યકર્તાના લોહી- પસીનાથી રાષ્ટ્રીય કક્ષા એ અગ્રીમ રહેલી 70 વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. છેલ્લા દોઢેક વર્ષ થી કૌભાંડ, અણઘડ ગેર વહીવટ, ખુશામત ખોરી, બંધ બારણે ગણ્યા ગાઠયાં સત્તાલાલચુઓની ખાનગી પેઢી બની ગઈ હોય તેમ નવા રચાયેલા સંઘના પ્રમુખ ચંદુભા ચંદુભા પરમાર જણાવે છે.

આ બેન્ક બચાવી લેવા બેંક સાથે જોડાયેલા પ્રમાણીક – પારદર્શી -સંસ્કારી અને સંઘને નિષ્ઠાપૂર્વક વરેલા સ્વંય સેવકો હવે ન છૂટકે જાહેર માં આવ્યા છે. નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરવામાં આવી છે.

ગત શુક્રવારે નાગરિક બેંક સોસાયટી ખાતે સંઘની મળેલી પ્રથમ સાધારણ સભા માં રા. સ્વ. સંઘ ના તૃતિય વર્ષ શિક્ષીત – બેંક ના નિવૃત મેનેજર  ચંદુભા પરમાર પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. આર.એસ.એસ ના પૂર્વ પ્રચારક બેંક ના નિવૃત મેનેજર અને સુપર સીનીયર સીટીઝન  શરદભાઈ વોરા, તેમજ સૌરાષ્ટ્ર ભાજપ ના અગ્રણી અને અડીખમ યુવા નેતા મનીષ ભટ્ટ સર્વાનુમતે ઉપ-પ્રમુખો તરીકે ચૂંટાઈ આવ્યા છે. મહામંત્રી તરીકે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ પણ જેમને વ્હીસલ-બ્લોઅર ગણે છે તે વિબોધ દોશી કે જેઓ અ.ભા. વિદ્યાર્થી પરિષદના પૂર્વપ્રદેશ મહામંત્રી અને પ્રચારક હતા. તેમજ મંત્રી તરીકે પીઢ સામાજીક અગ્રણી અને

અપના બજારના પૂર્વ ચેરમેન બાલુભાઈ શેઠ ચૂંટાયા છે. ક્ધવીનર તરીકે પૂર્વ ડે. મેયર  માવજીભાઈ ડોડીયા તથા સહ ક્ધવીનર તરીકે લોક પ્રભાત પાટત્રના તંત્રી ખેંગાર યોગીજી ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત 31 કારોબારી સદસ્યો તેમજ 11 કાયમી આમંત્રીત સદસ્યો ની નિમણુંક થઈ છે.

વિશ્વ પ્રસિધ્ધ રાજકોટ શહેર ના શિલ્પી – રાષ્ટ્રીય સહકારી અગ્રણી  અરવિદભાઈ મણીઆર. ગુજરાત જન સંઘના પીઢ અગ્રણી – પૂર્વ સાંસદ એ ચીમનભાઈ શુકલ – પૂર્વ મુખ્યમંત્રી  કેશુભાઈ પટેલ વિગેરે એ 1960 ના દાયકામાં નાગરિક બેન્કનું સુકાન સંભાળ્યું હતું બાદમાં  વજુભાઈ વાળા, કાંતિલાલ ભટ્ટ અને વસંતભાઈ ખોખાણીના સમયમાં ઝડપ થી વિકાસની હરણફાળ ભરી હતી.

ગ્રાહકો, થાપણદારો, સભાસદો, લોનીઓ, વિગેરે 10 લાખ થી વધુ લોકો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે બેંક સાથે આર્થિક રીતે જોડાયેલા છે. છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈની કાલબાદેવી અને ઘાટકોપર બ્રાન્ચના એક સમાન 25 જેટલા ફ્રોડ તથા જૂનાગઢ બ્રાન્ચમાં પણ 1જ કુટુંબે પાંત્રીસ થી વધુ લોનો જુદી જુદી બેનામી વ્યકિતઓ ના નામે મિલ્કતની બજાર કિંમત કરતા ત્રણ ગણી લઈ બેંકના નાણાં ખોટી રીતે મેળવ્યાનું મળી આવ્યું છે. કાલબાદેવી ની 2 બોગસ લોનમાં કે જે અલીબાગની મિલકત ખરીદીની લોન સ્વંય બેંકના સી.ઇ.ઓ શર્મા અને ડી.જી એમ. રાયયુરા એ કાયદા, નિયમો અને બેંકનું હિત કોરાણે મૂકીને આ લોન મંજુર કરેલ છે. આજે તે મિલકત સામે અપાયેલી લોનની રકમ ના 33% ની રકમ માં પણ કોઈ ખરીદદાર નથીઅને હાલ બેંક ની રૂ. 85 લાખ ફસાઈ ગયા છે. આ ફોડ ખુબજ ગંભીર છે.

આવા અનેક ફ્રોડ અને ચોક્કસ સીન્ડીકેટની પેઢી સામે નાગરિક બેન્ક બચાવો સંધ અવાજ ઉઠાવે છે અને જન-જાગૃત્તિ ના કાર્યક્રમો ચોક્કસ રણનીતી સાથે આગામી દિવસો માં કરશે તેમ સંઘના પ્રમુખ ચંદુભા પરમારએ  જણાવ્યું હતુ.

નાગરીક બેંક બચાવો સંઘના પ્રમુખ તરીકે  ચંદુભા પરમાર તેમજ ઉપપ્રમુખ પદે શરદ વોરા અને મનીષ ભટ્ટની વરણી: 31 કારોબારી સભ્યો અને  11 કાયમી સભ્યોની નિમણુંક કરાઈ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.