રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વારા વન વીક વન વોંકળા ઝુંબેશ અંતર્ગત આજે પૂર્વ ઝોનના વોર્ડ નં.૪માં આવેલ મોરબી રોડ વોર્ડ ઓફીસ સામેથી સંતકબીર રોડ સુધી વોંકળાની સફાઈ કરવામાં આવેલ હતી. જેમાં ૪ જેસીબી, ડમ્પર અને ટ્રેકટર દ્વારા લગત વોંકળામાં રોહીદાસપરા પાસે, મોરબી રોડ ઉપર, રણછોડદાસ આશ્રમ સામે અને પેડક રોડ મારૂતી મધરલેન્ડ સ્કુલ પાસેથી ભરતી, ગાર, કચરો ૫-ડમ્પર ફેરા અને ૨૦ ટ્રેકટર ફેરા એમ કુલ અંદાજીત ૭૦ ટન ઉપાડેલ છે. આ કામગીરી કમિશનરના હુકમ અન્વયે નાયબ મ્યુનિસપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને પર્યાવરણ ઈજનેર, નાયબ પર્યાવરણ ઈજનેરની સુચના મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વોંકળા વિભાગના મ.પ.ઈ. તથા એ.એસ.આઈ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com