મુલાકાતીઓ નાના બાળકોના પ્રોજેકટ નિહાળી મંત્રમુગ્ધ
શહેરની જાણીતી લીટલ લોર્ડઝ સ્કુલ દ્વારા બાળકોના વિકાસ અને કૌશલ્ય વધારવાના હેતુથી સાયન્સ ફેર ૨૦૧૯-૨૦નું આયોજન કરાયું જેમાં ધો.૧ થી ૬નાં બાળકોએ સાયન્સનાં નિયમને લગતા પ્રોજેકટો બનાવ્યા હતા. અંદાજીત ૭૦ બાળકોએ ભાગ લીધો હતો. મુલાકાતીઓ નાના બાળકોએ બનાવેલા પ્રોજેકટ જોઈને મંત્રમુગ્ધ થયા હતા.
આ તકે વિદ્યાર્થીની રીવા સંચાણીયાએ જણાવ્યું હતુંં કે, હું ધોરણ ૬માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કુલનાં સાયન્સ ફેરમાં એસીડ રેઈનનો પ્રોજેકટ બનાવ્યો છે. પ્રોજેકટનો આઈડિયા મારા ટીચરે આપેલ છે. પ્રોજેકટ બનાવવામાં સ્કુલ તેમજ ટીચરે ખુબ મદદ કરી છે. જે બનાવવામાં ૧ મહિનાની મહેનત લાગી છે. સાયન્સ ફેરમાં ભાગ લઈને હું ખુબ ખુશ છું. આ તકે સ્કુલનાં હેડ પાયલ જૈને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સ્કુલ લીટલ લોર્ડઝ દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરાયું છે જેમાં ૭૦ બાળકોએ ભાગ લીધો છે. જેમાં જુદા-જુદા ૨૫ જાતના પ્રોજેકટ બાળકોએ તેમના પેરેન્ટસ, શિક્ષકની મદદથી મહેનત કરી બતાવેલ છે. આ ફેરની તૈયારી તેમજ પ્રોજેકટ બનાવવા ૧ મહિનાની મહેનત છે. જે લોકો મુલાકાત લે છે તે ખુબ ખુશ થઈ જાય છે. આ તકે સ્કુલનાં ટીચર સીમા પરમારે જણાવ્યું હતું કે, અમારી સ્કુલે સાયન્સ ફેરનું આયોજન કર્યું છે. અમારા સ્કુલનાં બાળકોએ ખુબ સરસ પ્રેઝન્ટેશન કર્યું છે જેમાં સોલાર સિસ્ટમ, નક્ષત્રો, જવાળામુખી, પર્યાવરણ જેવા ૨૫ પ્રોજેકટ રજુ કર્યા છે.