એડીઆર અને તેલંગણા ઈલેકશન વોચના અહેવાલમાં થયો ખુલાસો: ધારાસભ્યોની સરેરાશસંપત્તિ પર બમણી થઈને રૂ.૧૫.૭૧ કરોડ થઈ
તેલંગાણામાં તાજેતરમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસએ ભારે બહુમતીથી ફરીથી સતા પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું છે. પરંતુ રાજય વિધાનસભાની ૧૧૯ બેઠકો માંથી ગુન્હાહિત રેકર્ડ ધરાવતા ૭૩ ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેથી આવા ૭૦ ટકા ગુન્હેગાર ધારાસભ્યો રાજયનો વિકાસ કરવા કેવા કામો કરશે તેવો પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે.
દિલ્હીની એસોસિઅશન ફોર ડેમોક્રેટીક રિફોર્મસે રજૂ કરેલા રીપોર્ટમાં તેલંગાણામાં ચૂંટાઈ આવેલા નવા ૪૭ ધારાસભ્યો ગંભીર ગુન્હામાં સંડોવાયેલાછે. તેઓ સામે હત્યા, મહિલા વિરોધી સહિતના ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે. ૧૧૯ માંથી ૭૩ ધારાસભ્યો એ પોતાની સામે ફોજદારી કેસો હોવાનું ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે ૨૦૧૪ની વિધાનસભામાં ૬૭ ધારાસભ્યો ગુન્હાહિત ઈતિહાસવાળા હતા.
તેલંગાણા ઈલેકશન વોચ અને એડીઆરે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ રજૂ કરેલ સોગંસનામાનો અભ્યાસ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ટીઆરએસનાં વિજેતા ૮૮ ધારાસભ્યો પૈકી ૫૦ કોંગ્રેસના વિજેતા ૧૯ પૈકી ૧૪ અને ઔવેસીની પાર્ટીના વિજેતા ૭ પૈકી ૬ ધારાસભ્યો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. આ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપતિ ૧૫.૭૧ કરોડ રૂપીયા છે. જયારે ૨૦૧૪માં ધારાસભ્યની સરેરાશ સંપતિ ૭.૭ કરોડ રૂપીયા હતી
આ ચૂંટણીમાં વિજેતા બનેલ કોંગ્રેસના ધારાસભ્ય રાજગોપાલ રેડ્ડી ૩૧૪ કરોડ રૂ.ની સંપતિ સાથે રાજયમાં પ્રથમ ક્રમે છે. જયારે આ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા યથાવત રહી હતી જયારે મહિલા ધારાસભ્યોની સંખ્યા નવ માથી ઘટીને આઠ થઈ જવા પામી હતી. આમા નવી વિધાનસભામાં ૭૦ ટકા ઉમેદવારો ગુન્હાહિત ઈતિહાસ ધરાવતાહોય તેમની સામે અત્યારથી જ પ્રશ્ર્નાર્થો ઉભા થવા પામ્યા છે.