મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અનેક રીતે પાછળ હોવાનો નિષ્ણાંતોનો મત
મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશ અનેક રીતે પાછળ હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. દેશમાં ટેલેન્ટેડ ડોક્ટર્સ, સારી માળખાકીય સુવિધા બધું જ છે, પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રે હજુ ઘણું ખેડાણ કરવાનું બાકી છે. એડવાન્સ મેડિકલ ટેકનોલોજી એસોસિયેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંસના ચેરમેન વરૂણ ખન્નાએ જણાવ્યું હતું કે,આપણા દેશમાં ૭૦% મેડિકલ ડિવાઇસ આયાત કરવામાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ભારત ઘણું પાછળ છે. હાર્ટ, ન્યૂરો સહિત અનેક રોગોને લગતા હાઇ એન્ડ મેડિકલ ડિવાઇસ માટે આપણે અન્ય દેશો પર નિર્ભર છીએ. દેશમાં માત્ર ૫૦૦ હોસ્પિટલ્સ એક્રિડેટેડ છે.
શેલ્બી હોસ્પિટલના ફાઉન્ડર ડો. વિક્રમ શાહે જણાવ્યું હતું કે,ગ્લોબલાઇઝેશનના યુગમાં ભારતે મેડિકલ ક્ષેત્રે ઇનોવેશન્સ, પ્રાઇઝિંગ અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં સક્રીય રીતે ભાગીદારી નોંધાવવી પડશે.
છેલ્લા ૨૦ વર્ષોમાં ર્ઓોપેડિક ડિવાઇસિસ અદ્યતન બન્યા છે. જેના પરિણામે દેશના અનેક દર્દીઓના જીવનમાં પરિવર્તન આવ્યા છે અને નવી આશાઓનો ઉદય યો છે. ર્ઓોપેડિક ઇમ્પ્લાન્ટ્સની ક્વોલિટીમાં સુધારાના લીધે દર્દીઓ આજીવન (૨૦ી ૩૦) વર્ષ સુધી ઇમ્પ્લાન્ટ સો પસાર કરી શકે છે. છેલ્લા ૨૦ વર્ષોમાં મેડિકલ ક્ષેત્રે જે આમૂલ પરિવર્તનો આવ્યા છે, તેના પગલે મીડલ ઇસ્ટ અને આફ્રિકાના દેશોની મીટ આપણી તરફ મંડાઇ છે. મેડિકલ ટૂરિઝમમાં પણ વધારો યો છે. જે એક મોટી ઉપલબ્ધિ છે. છતાય આ ક્ષેત્રે અનેક પરિવર્તનો હજુ આવવાના બાકી છે અને સમય સો ટેકનોલોજીમાં પણ ભારત આગળ આવશે.
આ પ્રસંગે કેટલાક ડેટા આપતા વરૂણ ખન્નાએ જણાવ્યું હતું કે,સવા સો કરોડની વસ્તીના દેશની હોસ્પિટલ્સમાં માત્ર ૧૫ લાખ પારી છે. જે કદાચ વસ્તીના એક ટકાી પણ ઓછું છે. એવી જ રીતે આપણી કુલ જીડીપીના ૧% હેલ્કેર પાછળ ખર્ચ કરવામાં આવે છે. આજે પણ ૨૦ લાખ બાળકોનો જન્મ ઘરમાં જ ઇ જાય છે. માત્ર સાત ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લે છે અને ૯૩% સારવાર મેળવી શકતા ની.