સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જે રીતે કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેને પગલે હવે રાજકોટ એસ.ટી ડિવિઝનમાં મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને જેને લઇ 70 ટકા ગ્રામ્ય વિસ્તારોની એસટી બસો હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરી વિસ્તાર મા દુકાનો અને મિની લોકડાઉન ની પરીસ્થીતી ના કારણે મુસાફરો નો પુષ્કળ ઘટાડો થતા,ગ્રામ્ય (લોધિકા, કોટડા, કાલાવડ, પડધરી, ટંકારા, વગેરે નજીક ના તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર કે ગામ) ના અગાઉ કાર્યરત હતા એના કરતા 70 % જેટલા રૂટ તથા તાલુકા મથક થી તાલુકા મથક (જામનગર, મોરબી, કાલાવડ, ગોંડલ, જુનાગઢ, અમદાવાદ, મહુવા, અમરેલી, ભાવનગર વગેરે) ના આશરે 50 % જેટલા રૂટ મુસાફરો ના અભાવે હાલ પુરતા સ્થગિત કરાયેલ છે.
અગાઉ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ઘણા ખરા રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે ગઇકાલથી રાજ્યભરમાં જે આંશિક લોકડાઉન જાહેર કરાયું છે જેના લીધે મુસાફરોની સંખ્યામાં પુષ્કળ ઘટાડો નોંધાયો છે. જેને પગલે એસ.ટી ડિવિઝનના મોટાભાગના રૂટો અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
આવી સ્થિતિમાં એસ.ટી તંત્રને લાખોની ખોટ થઈ છે. કેમ કે, ગુજરાત એસ.ટી એમ પણ ખોટ ખાતું તંત્ર છે હવે આ આંશિક લોકડાઉનના કારણે વધુ ખોટમાં આવી ગયું છે.