સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસના કારણે અનેક જગ્યાએ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે આજ રોજ રાજયમાં વધુ એક ધુમ્મસનાં કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી જ્યાં અમરેલીમાં ધુમ્મસને કારણે બસને અકસ્માત નડ્યો હતો. ધુમ્મસના કારણે ST બસ રોડ પરથી ઉતરી ગઈ હતી અને મુસાફરોને બારી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અમરેલીની છે જ્યાં વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં સામેથી લોડિંગ વાહન આવતા મોટી દુર્ઘટના ઘટના ઘટતા રહી ગઈ હતી. વડીયા થી રાજકોટ જતા દેવળા વચ્ચે એસટી બસને અકસ્માત નડ્યો હતો પરંતુ એસટી ડ્રાઇવરની સમય સુચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી બસ રોડ નીચે ઉતરી ગઈ હતી.
અમરેલીના વડિયામાં ગાઢ ધુમ્મસને પરિણામે રસ્તા પર વિઝિબલિટી સાવ ઘટી ગઈ હતી તેના પરિણામે બસ અને ટેમ્પો સામસામે આવી ગયા હતા. ડ્રાઇવરને સામે ન દેખાતા બગસરા રાજકોટ રૂટની બસ વડિયા નજીકના અમરનગર દેવલા રોડ ઉપરથી સાઇડમાં ઉતરી ગઈ હતી. આ એસટી બસમાં ૭૦થી મુસાફરો સવાર હતા ત્યારે ડ્રાયવરની સમય સુચકતાને પગલે કોઈ મુસાફરને જાનહાની થાઓ નહોતી અને તમામ મુસાફરને હેમખેમ બહાર કઢાયા હતા.