જામનગર શહેરમાં વીજકંપનીની 29 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
જામનગર શહેરમાં સતત બીજા દિવસે વીજ કંપની દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમવારે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 346 જોડાણો તપાસતા તે પૈકીના 70 માં ગેરરીતિ મળી આવતા રૂા.16.80 લાખના બિલો ફટકાર્યા હતાં. બીજા દિવસે ગોકુલનગર, મયુરનગર અને સાધના કોલોની વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ સોમવારે 29 ટૂકડીઓ દ્વારા 11 એસઆરપી અને બે વીડિયોગ્રાફોર સાથે શહેરના દરબારગઢ અને પટેલ કોલોની સબ ડીવીઝનના ગુલાબનગર, નાગેશ્ર્વર, રાજપાર્ક, રવિ પાર્ક, બેડેશ્ર્વર, બેડીબંદર મયુર નગર ,ગોકુલ નગર, સાધનાકોલોની ખંભાળિયા ગેઇટ વિસ્તાર અને ધરારનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરાતા કુલ 346 વીજ જોડાણો તપાસવામાં આવ્યાં હતાં.
જે પૈકીના 70માં ગેરરીતિ ઝડપાતા રૂા.16.80 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. જ્યારે આજે બીજા દિવસે 29 ટુડકીઓ દ્વારા નગરસીમ અને ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝનના ગોકુલનગર, મયુરનગર અને સાધના કોલોનીના વિસ્તારોમાં 29 ટુકડીઓ અને 11 એસઆરપી જવાનો તથા 2 વીડિયોગ્રાફરો સાથે વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.