કેશોદ પોસ્ટ કર્મીઓએ સાતમાં પગાર પંચના પ્રશ્ર્નોએ સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. જેને લીધે કેશોદ પોસ્ટ ઓફિસમાં આર્થિક વ્યવહાર અટવાયા સિતેરક લાખની નુકસાની થયાનું જાણવા મળેલ છે. કેન્દ્ર સરકારના પોસ્ટ કર્મીઓ દ્વારા આજરોજ સાતમાં પગારપંચની માંગણી બુલંદ બનાવવા આંદોલનના કાર્યક્રમમાં એક દિવસ કાયમી દુર રહ્યા હતા. આર્થિક લેવડ દેવડ કરતા ખાતાધારકોના આર્થિક વ્યવહાર અટવાયા હતા અને કેશોદ શાખામાં થતી સિટેરક લખાણ આવક જાવકની નુકસાની થયેલ છે.
તા.૨૨મી મેથી શ થયેલી હડતાલમાં ઓલ ઈન્ડિયા પોસ્ટ માસ્ટરો હડતાળ પર છે ત્યારે નેશનલ યુનિયન, કામદાર યુનિયન અને ઓલ ઈન્ડિયા પોસ્ટ માસ્ટરના યુનિયનના ત્રણેય પંખાના કર્મચારીઓ કાયમી અળગા રહ્યા હતા. કમલેશ કમિટીના અહેવાલ સબ પોસ્ટ ઓફિસમાં જે કામગીરી કરવામાં ઓવ છે તેજ કામગીરી ગામડાના જીડીએસ ભાઈઓ-બહેનો કરવા છતાં ઓફિસરોના વેતન ૫૦ થી ૬૦ હજાર જયારે જીડીએસ ભાઈઓનું વેતન ૮ થી ૧૦ હજાર ચુકવવા અન્યાય થતો હોય આંદોલન શ થયેલ છે. કેશોદ પોસ્ટ ઓફિસ બહાર પોસ્ટ કર્મીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com