રાજકોટ મધ્યસ્થત જેલમાં રહેલા 70 જેટલા પાકા કામના કેદીઓએ જેલ મૂક્તિ માટે દયાની અરજી જિલ્લા કલેકટરને કરી છે. બે વર્ષ બાદ મળનાર કમિટિની બેઠકમાં 14 વર્ષથી જેલમાં હોય તેવા કેદીઓની જેલવાસ દરમિયાન વર્તુણંક અને તેના પરિવારની પરિસ્થીતીને ધ્યાને રાખી કમિટિ દ્વારા ગૃહ વિભાગમાં રિપોર્ટ કરવામાં આવશે ત્યાર બાદ કેટલાક કેદીઓનને મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. રાજકોટ મધ્યસ્થ જેલમાં 1200 કેદીઓ રાખવાની સક્ષમતા સામે 2300 જેટલા કેદીઓને રાખવામાં આવ્યા હોવાથી વ્યવસ્થાની દ્રષ્ટીએ પણ કેટલાક પ્રશ્ર્ન ઉભા થઇ રહ્યા છે. ત્યારે કેદીઓની દયાની અરજીને ધ્યાને રાખી તંત્ર દ્વારા સજા માફી આપવામાં આવે તો જેલમાં કેદીઓનું ભારણ ઘટી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
14 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા પાકા કામના કેદીઓએ જિલ્લા કલેકટરની કમિટિમાં દયાની અરજી કરી
કેદીની સજા દરમિયાનની વર્તુણક અને પરિવારની પરિસ્થીતી ધ્યાને લઇને બે વર્ષ બાદ મળનાર કમિટિ દ્વારા ગૃહમાં રિપોર્ટ કરાશે
વિગતો મુજબરાજકોટ સેન્ટ્રલ જેલના પાકા કામના 70 કેદીઓએ સજા માફી કરી છોડી મુકવા માટે કલેક્ટર કમિટી સમક્ષ અરજી કર્યાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે સંભવત: આગામી 14મી ડિસેમ્બર આસપાસ કમિટીની બેઠક યોજાશે તેમ જાણવા મળ્યું છે.રાજકોટની સેન્ટ્રલ જેલમાં હાલમાં 2300 જેટલા કેદીઓ અલગ-અલગ ગુનામાં સજા કાપી રહ્યા છે જેમાં પાકા કામના 1200 જેટલા કેદીઓ છે. જેમાંથી 112 જેટલા કેદીઓ એવા છે કે જેઓ 14 વર્ષથી વધુની જેલની સજા કાપી ચૂક્યા છે
અને હાલમાં પણ જેલમાં સજા ભોગવી રહ્યા છે.આ કેદીઓમાંથી 70 જેટલા કેદીઓએ સજા માફી માટે દયાની અરજી કલેક્ટર કમિટી સમક્ષ કરી હતી જેના માટે કલેકટર કચેરીમાં તા.2ને શનિવારે બેઠક મળનારી હતી પરંતુ તેમાં પણ મુદ્દત પડે તેવા નિર્દેશો મળી રહ્યા છે અને કલેકટર કમિટીની નવી બેઠક આગામી તા.14મી આસપાસ મળશે, તેમાં નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે. આ બેઠકમાં કલેકટરઉપરાંત પોલીસ કમિશનર, રાજકોટ જેલના અધિક્ષક, એક મેજિસ્ટ્રેટ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહેશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રમાં છેલ્લા બે વર્ષથી કલેક્ટર કમિટીની બેઠક મળી ન હોવાનું અને હવે બે વર્ષ બાદ પ્રથમ વખત આ બેઠક મળનારી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. અગાઉ બે વર્ષમાં શા માટે એકપણ બેઠક ન મળી તે પણ તપાસ લાયક બાબત હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જયારે દયા અરજીમાં મુખ્ય ચાર બાબતોને ધ્યાનમાં લેવાશે જેમાં કૌટુંબિક પરિવારમાં કોઇ સભ્ય બીમાર હોય તો તે કેદીની સારી વર્તણૂક અને કાપેલી સજા દરમિયાન કેદીનું વર્તન જેવી બાબતો ઘ્યાનમાં લેવામ)ં આવવાની છે.