દર્દીઓએ આરોગ્ય તંત્રની સેવાને બિરદાવી: દર્દીઓએ કોવિડ-૧૯ પોઝિટિવ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવીને સુખ-દુ:ખની વહેંચણી કરી હતી
જૂનાગઢ જિલ્લાના ૩ મહિલાઓ સાજા થતા આજે સીવીલ હોસ્પિટલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય મહિલાઓએ સમગ્ર આરોગ્ય અને વહિવટીતંત્રનો ખરા દિલી આભાર માન્યો હતો.
રાણપુરના બે મહિલાનો તા.૧૮ના અને ઝરીયાવાડાના મહિલાનો તા.૧૯ના રોજ કેસ પોઝીટીવ નોંઘાયો હતો. જેના પગલે જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તેઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા. સાજા થયેલ ત્રણેય મહિલાઓએ આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક ખરા દિલી આભાર માન્યો હતો.
ચુડા ખાતે લેબ ટેકનીશ્યન તરીકે કામ કરતા ભૈરવીબેન પંડ્યા આજે સંપૂર્ણ સ્વસ્થ થતા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ડિસ્ચાર્જ કરાયા હતા. તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, સરકારની ગાઇડલાઇનનુ પાલન કરજો. આપણે બિમારીથી લડવાનુ છે. બીમાર વ્યક્તિથી નહિ. તેમણે જણાવ્યું કે, વહિવટી તંત્રએ કાળજી લીઘી છે, હિંમત આપી છે. વઘુમાં તેમણે જણાવ્યુ આઇસોલેશન વોર્ડમાં કોવિડ-૧૯ પોઝીટીવ નામનું વોટસેઅપ ગૃપ બનાવેલ, અહિ દરરોજ ગૃપમાં બઘા સાથે સુખ-દુ:ખ શેર કરતા, અને આનંદથી સમય વિતાવ્યો છે. હવે સાજા થઇ ગયા છીએ ફરી ફરજ પર નિષ્ઠાપૂવર્ક કામ કરીશુ.
માંગરોળ તાલુકાના ઝરીયાવાડા ગામના ૩૫ વર્ષીય મહિલા ઝાહિદા બેલીમ તા.૧૯ થી સારવાર હેઠળ હતા સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા હોસ્પિટલથી આજે ડિસ્ચાર્જ કરાયા હતા. તેમણે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ અને સમગ્ર વહિવટી તંત્રનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું અમારા માતા-પિતા જેવી જ કાળજી અહિ હોસ્પિટલવાળાઓએ રાખી છે.
આ કપરા સમયમાં તેમના પરિવારની મનોદશાનુ વર્ણન કરતા ઝાહિદા બેને કહ્યું કે, શરૂઆતના ૪-૫ દિવસ તો સાસુ-સસરા ડર્યા જ કરતા હતા. ખૂબ ચિંતા કરતા હતા. પણ જ્યારે અહિના સ્ટાફ, અઘિકારીઓની હકારાત્મક અને મારી રખાતી કાળજીની વાત કરી ત્યારે પરિવારજનોએ રાહત અનુભવી હતી.