સમુદ્રમા સુનામીની ભીતિને લઈ લોકોમાં ડર
પાપુઆ ન્યુગિનીમાં ભૂકંપના અતિતિવ્ર ઝટકા મહેસુસ થયા છે. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૭ની છે જેના બાદ હવે સુનામીનો ખતરો છે. પેસિફીક સુનામી વાર્નિંગ સેન્ટરમાં ચેતવણી આપવામાં આવી છેકે કેટલાક દ્વિપ પર સુનામી આવી શકે છે. સમુદ્રમાં સુનામીની નાની નાની લહેરો જોવા મળી છે. સુનામીનો સૌથીમોટો ખતરોપીએનજી,સોલોમન દ્વિપ પર વધારે છે. ચેતવણીમાં કહ્યું છેકે સુનામીનો ખતરો તો છે જ પરંતુ હજી ભૂકંપમાં થયેલા નુકશાનની ખબર મળી નથી. જોકે આ પ્રકારનાં ભૂકંપના ઝટકા રાજધાની સુધી પહોચતા ઘણા કલાકો લાગે છે.
પીએનજી નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ ઓફીસ તરફથી જાણકારી મળી છે કે ભૂકંપના તેજ ઝાટકા મહેસુસ કરાયા છે. જો કે સુનામી વિષે કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરવામાં આવી નથી. પાપુઆ ન્યુગિનીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર કિબ્રે શહેર છે.જે ૧૨૫ કિલોમીટર દૂર છે. યુએસ જીઓલોજીકલ સર્વે પ્રમાણે સમુદ્રમાં ૪૦ કિલોમીટરની ઉંડાએ ભૂકંપના બે મોટા ઝાટકા મહેસુસ થયા છે. સાથે જ આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે. ભૂકંપની તિવ્રતાને પગલે સુનામી પણ આવી શકે છે.
મહત્વનું છે કે પાપુઆના ન્યુગિનીમાં વારંવાર ભૂકંપના ઝટકા મહેસુસ થાય છે. જેને કારણે હવે સુનામીનો કહેર પણ મંડરાઈ રહ્યો છે. ભૂકંપ અને સુનામીને કારણે લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.