ડોમ્બીવલીમાં ૧૦૦ રસોયાએ ૧૨ કલાકમાં ૨૫ હજાર બટેટાવડા બનાવીને નવો વિશ્ર્વ વિક્રમ બનાવ્યો
વિશ્ર્વ વિક્રમની સ્થાપનાએ સભ્ય સમાજ માટે ગૌરવ અને સાહસનો પ્રર્યાય બની રહ્યો છે. અનેક અવનવા વિશ્ર્વ વિક્રમની જેમ મહારાષ્ટ્રમાં ૧૦૦ રસોઈયાઓએ ૧૨ કલાકમાં ૨૫ હજાર બટેટાવડા બનાવવાનો નવો વિશ્ર્વ વિક્રમ બનાવ્યો છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ૧૨ કલાકમાં ૨૫ હજાર બટેટા વડા બનાવીને ૧૦૦ રસોઈયાઓએ આ નવાજ પ્રકારનો વિશ્ર્વ વિક્રમ પોતાના નામે કર્યો હતો. બટેટા વડાને વધુમાં વધુ પ્રખ્યાત બનાવવાના હેતુથી ડોમ્બીવલી શહેરમાં શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં મહારાષ્ટ્રની પ્રિયવાનગી બટેટાવડાને વિશ્ર્વમાં ખ્યાતી અપાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું મુખ્ય પ્રાયોજક સત્યેન્દ્રજોગે જણાવ્યુંહતુ.
સવારના દસ વાગ્યાતી રાતના ૧૦ વાગ્યા દરમિયાન ૧૦૦ રસોઈયાઓએ ૧૫૦૦ કિલો બટેટા, ૫૦૦ લીટર તેલ અને ૩૫૦ કિલો બેસનમાંથી ૧૦૦ રસોઈયાઓએ ૨૫ હજાર બટેટા વડા તૈયાર કરીને તળીને એક નવો જ વિશ્ર્વ વિક્રમ સ્થાપ્યો હતો આ કાર્યક્રમ પાછળ સીધા સામાન સહિત રૂપીયા ૧૦ લાખનો ખર્ચ થયો હતો.
૧૨ કલાકમાં ૨૫ હજાર બટેટા વડા બનાવવાના આ વર્લ્ડ રેકોર્ડને નોંધ કરવા લીમ્કા બૂક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અને તેમણે કાંદીવલીના ૧૦૦ રસોઈયાઓએ ૧૨ કલાકમાં ૨૫ હજાર બટેટા વડા બનાવવાનો આ નવા પરાક્રમને વિશ્ર્વ વિક્રમ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન આપવાનું નકકી કર્યું છે.