બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનો અંતિમ સંસ્કાર બપોરે 3:30 કલાકે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે. શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ થઇ ગઇ છે. શ્રીદેવીની લાલ કાજીવરમ સાડીમાં અંતિમ સફર શરૂ થઇ છે. ટ્રકને શણગારવામાં આવ્યો છે. બુધવાર સવારે 9:30 કલાકથી જ મુંબઇના સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો જ્યાં બોલિવૂડ સ્ટાર્સ સહિત લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વપૂર્ણ છે કે આજથી 21 વર્ષ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરી 1997માં શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ‘જુદાઇ’એ ખુશી આપી હતી જ્યારે આજ તારીખે રડાવી દીધા હતા.
7 હજાર પોલીસ જવાન તૈનાત
શ્રીદેવીની અંતિમ સફરમાં 7 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીદેવીની અંતિમ સફર થોડી વારમાં શરૂ થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લઇ જતા ટ્રકને શણગારવામાં આવ્યો છે. ફેન્સ પણ મોટી સંખ્યામાં છે અને ધક્કા મુકી કરી રહ્યાં છે.