સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં હાલ આંતર કોલેજ-૨૦૧૭ સ્પર્ધા ચાલી રહી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત ટીમોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને પહેલો મેચ ક્રાઈસ્ટ કોલેજ અને હરીવંદના કોલેજ વચ્ચે રમાયો હતો. જેમાં હરીવંદના કોલેજ વિજેતા બની છે. સાંજે ૫:૦૦ કલાક સુધી આ ઈવેન્ટ ચાલવાની છે. બીજી બે જામનગરની ટીમનો મેચ કાર્યરત હતો. અંદાજીત સાંજે આ ટુર્નામેન્ટ પુરી થશે અને વિજેતા ટીમ જાહેર થશે. તેમ શારીરિક શિક્ષણ વિભાગના હેડ જયદિપસિંહ ચૌહાણે જણાવ્યું હતું અને આ ટુર્નામેન્ટ માટે શારીરિક શિક્ષણ વિભાગ સહિત સ્પોર્ટસ એકેડેમી કાર્યકર ગુરૂભાઈએ જહેમત ઉઠાવી છે.
Trending
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ
- અલ્પેશ કથિરિયા પહોંચ્યા ગોંડલ,ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરવા થયા એકઠા