પાકિસ્તાનના સક્રિય આતંકી સંગઠન જૈસ-એ-મહમદના આતંકીઓ ફિરોઝપુર બોર્ડર પાસેથી ઘુસ્યા હોવાના અહેવાલ

પંજાબ પોલીસની કાઉન્ટન ઈન્ટેલીજન્સ વીંગે પંજાબમાં પાકિસ્તાનમાં સ્થિત સક્રિય આતંકવાદી સંગઠન જૈસ-એ-મહમદના આતંકવાદી ઘુસ્યા હોવાના અહેવાલ બાદ સમગ્ર રાજય તેમજ ભારતની રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. કાઉન્ટન ઉન્ટેલીજન્સ ઈન્સ્પેકટર જનરલે રજૂ કરેલા પત્રમાં જણાવ્યું કે, છ ખુંખાર આતંકીઓ ફિરોઝપુર વિસ્તારમાં હોવાની શકયતા સેવાઈ રહી છે. આ આતંકીઓ દિલ્હી તરફ રવાના થઈ રહ્યાં હોવાનું માનવામાં આવે છે.

સમગ્ર વિગતો સામે આવતા તમામ ચેક પોઈન્ટ પર કડક બંદોબસ્ત અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પંજાબ પોલીસની ઈન્ટેલીજન્સ વીંગે આ વિગતો દિલ્હી પોલીસ તેમજ રાજય પોલીસને અપાતા કડક સુરક્ષા સાથે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે બોર્ડર સિકયુરીટી ફોર્સને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.