અત્યારના સમયમાં ઇન્ટરનેટની દુનિયા ખૂબ વિશાળ બની ગઈ છે.. નાનામાં નાના કામથી મોટામાં મોટા કામ હવે લોકો આંગળીના ટેરવે ફટાફટ પૂરા કરી શકે છે તો તેનું એક માત્ર કારણ ઇન્ટરનેટ છે.. આવી જ ઇન્ટરનેટની દુનિયામાં જો અવ્વલ નંબર પર કોઈ હોય તો તે છે મુંબઈનું 7 Star Digital… કે જેને નેટફ્લિક્ષની યાદીમાં પોતાનું પ્રથમ નંબર નું સ્થાન પ્રાપ્ત કર્યું છે..
7 Star Digitalની જો વાત કરવામાં આવે તો તે હાલમાં મુંબઈમાં પોતાની ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડી રહ્યું છે સાથે સાથે કેબલ નેટવર્કની દુનિયામાં પણ તેનું અલગ જ સામ્રાજ્ય ઊભું કરેલું છે. મુંબઈના 75% વિસ્તારોમાં 7 સ્ટાર ડિજિટલનું કેબલ નેટવર્ક પથરાયેલું છે માત્ર તેટલું જ નહીં પરંતુ મુંબઈના વૈભવી વિસ્તાર જેવા કે નરીમન રોડ, લોખંડવાલા, પાર્લા, બોરિવલી, સાંતા ક્રૂઝ, કાંદીવલી, સીલિન્ક જેવા વિસ્તારોમાં તેઓ પોતાની સર્વિસ પૂરી પાડી રહ્યું છે.
7 Star Digital છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટની મોટી સર્વિસ પણ પૂરી પાડી રહી છે જેમાં તેની સારી સર્વિસ અને સ્પીડથી તેને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. જેમાં હાલમાં તે 3.22 MBPS ની સ્પીડથી અવ્વલ નંબર પર છે.. જે રીતે ઇન્ટરનેટનો વપરાશ વધતો જાય છે તે રીતે આગલા દિવસોમાં ખૂબ વિપુલ પ્રમાણમાં ઇન્ટરનેટ વપરાશકારો વધશે…
વિશ્વના અગ્રણી વિડિયો-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ એપ્રિલ 2017 માટે માસિક આઇએસપી સ્પીડ ઇન્ડેક્સ રજૂ કર્યો છે. ડેટા રીલીઝ મુજબ, 7 સ્ટાર ડિજિટલ દેશમાં શ્રેષ્ઠ માસિક સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ ધરાવે છે. માર્ચમાં નેટવર્કની સરેરાશ માસિક સ્પીડ 2.28 Mbps થી વધીને એપ્રિલમાં 2.69 Mbps થઈ છે.
સરેરાશ માસિક સ્પીડમાં નંબર વન સ્થાને 7 સ્ટાર ડિજિટલ મેળવ્યું છે.
મોબાઇલ અને બ્રોડબેન્ડ બંનેમાં ભારતની અગ્રણી ઓપરેટર એરટેલે 2.60 Mbps સરેરાશ સ્પીડ સાથે બીજા નંબર પર છે.
જોકે, કેટલાક અજ્ઞાત કારણોસર યાદીમાં રિલાયન્સ જીઓ માટે કોઈ સ્થાન નથી. ઉપરાંત, રિલાયન્સ જીઓ ટ્રાઇ ડાઉનલોડ સ્પીડ ટેબલ પર ટોચ પર છે
“ભારતની 7 સ્ટાર ડિજિટલમાં 0.41 Mbps ઝડપે વધારો થયો છે, તેની સરેરાશ માસિક સ્પી 2.69 એમબીપીએસ વધીને માર્ચમાં 2.28 એમબીપીએસથી વધી છે. આ વધારોથી 7 સ્ટાર ડિજિટલમાં ભારતમાં પ્રથમ વખત નંબર વનનો દાવો કર્યો.
એમટીએનએલ અને બીએસએનએલ અનુક્રમે 1.34 એમબીપીએસ અને 1.14 એમબીપીએસની સ્પીડ આપતા 12 અને 13 માં સ્થાને છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com