વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં બાકીદારો સામે સીલીંગની કાર્યવાહી કરતા રૂ.૧૪.૨૯ લાખની વસુલાત
બાકી વેરો વસુલવા માટે કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૭ અને ૧૭માં વિરાણી ચોક અને અટીકા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ૭ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી જયારે વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં સિલીંગની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૧૪.૨૯ લાખની વસુલાત થવા પામી છે.
આજે વોર્ડ નં.૭માં વિરાણી ચોક પાસે કે.એમ.કે કલાસીસ પાસેથી રૂ.૮.૭૭ લાખનો બાકી વેરો વસુલવા મિલકત સીલ કરવામાં આવી હતી. જયારે અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રૂ.૪.૭૫ લાખનો વેરો વસુલવા માટે પાંચ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. કોઠારીયા રોડ, એટલાસ, અંકિત, ગોલ્ડન, ચંદ્રકાંત, સંસ્કાર, મધુરમ અને રામ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ૧૪ મિલકતો સામે સિલીંગની કાર્યવાહી હાથ ધરાતા ૧૦.૭૮ લાખની વસુલાત થવા પામી છે. જયારે વેસ્ટ ઝોનમાં અલગ-અલગ ચાર વોર્ડમાં મિલકત સિલીંગની કાર્યવાહી હાથ ધરાતા ૪.૫૧ લાખની વસુલાત થઈ છે.