- કલોલના અલાલી ગામેથી અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં જતાં યાત્રાસંઘના સાત શ્રધ્ધાળુના મોતથી કરૂણાંતિકા
- સર્જાય: નશાખોર ઇનોવા ચાલકે સાત નિર્દોષની જીંદગીનો ભોગ લીધો: ગોજારો અકસ્માત સર્જનાર કાર ચાલક ગંભીર રીતે ઘવાયો
- અકસ્માતની હારમાળા સર્જનાર બેકાબુ કાર ટોલ બુથના પીલર સાથે અથડાયા બાદ અટકી
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ ઉકતીને કલોલ પાસેના અલાલી ગામના અંબાજી યાત્રાસંધના પદયાત્રી સાથે કરૂણ રીતે બન્યો છે. ભાવક્તિ સાથે ભાદરવી પૂનમ નિમિતે યોજાતા અંબાજી મેળામાં જતાં શ્રધ્ધાળુઓ પર કાળ બની ત્રાટકતા ઇનોવા કારે એક સાથે 16ને કચડી નાખતા સાતના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા કરૂણાંતિકા સર્જાય છે. અકસ્માતની હારમાળા સજનાર બેકાબુ કાર ટોલ બુથના પીલર સાથે અથડાયા બાદ અટકી હતી.
ગુજરાતના સૌથી મોટા મેળામાં જેની ગણના થાય છે તેવા અંબાજી માતાજીના ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પદયાત્રા દ્વારા આવી શક્તિપીઠ એવા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. કલોલના અલાલી ગામના 100 જેટલા પદયાત્રીનો સંઘ ભાદરવી પૂનમના મેળવામાં જઇ રહ્યા હતા. યાત્રાસંઘ વહેલી સવારે અરવલ્લીના કૃષ્ણપરા પાસે પહોચ્યો ત્યારે ઇનોવા કાર મોત બની શ્રધ્ધાળુઓ પર ત્રાટકી હતી. એક સાથે 16 દર્શનાર્થીઓને ચગદી નાખી અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી. બેકાબુ બનેલી કારે યાત્રાળુઓને એક પછી એક એમ 16ને ઠોકર મારતા શ્રધ્ધાળુઓ હાઇવે પર ફુટબોલના દડાની જેમ ફંગોળાયા હતા. 16 પૈકી સાત દર્શનાર્થી ગંભીર રીતે ઘવાતા તેમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઇનોવા કાર ટોલબુથના પીલર સાથે અથડાયા બાદ અટકી હતી. પીલર સાથે કાર અથડાય ન હોત તો મૃત્યુ આંક વધુ થયો હોત તે ઘટના સ્થળે ઉપસ્તિતોનું કહેવું છે.
જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી 108ની મદદથી ગંભીર રીતે ઘવાયેલા શ્રધ્ધાળુઓને સારવાર માટે માલપુર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે સાતેય મૃતકના માલપુર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કાર ચાલક નશો કરેલો હોવાનું અને છેલ્લા 20 કલાકથી એક ધારો ડ્રાઇવીંગ કરતો હોવાના કારણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી હીટ એન્ટ રનની ઘટના સર્જાય હોવાનું બહાર આવ્યું છે. ઇનોવા ચાલક સુરત અથવા મહારાષ્ટ્રનો વતની હોવાનું જણાય રહ્યું છે. તે ભાનમાં આવ્યા બાદ વધુ વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
છ પદયાત્રી અને એક સ્થાનિક અકસ્માતનો ભોગ બન્યા
અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર નજીક વહેલી સવારે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં છ પદયાત્રી અને એક સ્થાનિક કાળનો કોળીયો બન્યા છે. સ્થાનિક યુવાન વાડી વિસ્તારમાં શૌચક્રીયા કરી માર્ગ પર જઇ રહ્યો હતો ત્યારે ઇનોવા મોત બનીને ઘસી આવી હતી.
જીવલેણ અકસ્માતનો ભોગ બનેલાને સીએમએ સહાય જાહેર કરી