ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા નાગરીકોને પરત મ્યાનમાર મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુરુવારે સાત રોંહિગ્યા નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. એટલે કે હવે દરેક સાત રોહિંગ્યા નાગરિકોને આજે જ પરત મોકલી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ અરજી વિશે સુનાવણી કરતાં કહ્યું છે કે, મ્યાનમારે પણ તે સાત રોહિંગ્યા તેમના નાગરિક હોવાની પુષ્ટી કરી લીધી છે અને તેમને દેશમાં પરત બોલાવવા માટે પણ તૈયાર છે. તો હવે આ કોઈ વિવાદનો વિષય જ નથી. જોકે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું કે, મ્યાનમારે હજી આ દરેક લોકો તેમના જ નાગરિક હોવાની પુષ્ટી નથી કરી. જોકે અંતે કોર્ટે આ અરજી નકારી દીધી હતી.
Supreme Court refuses to interfere in Centre’s decision to deport 7 Rohingya refugees to Myanmar.A plea was filed in SC yesterday for urgent hearing seeking restraint on Centre from deporting the 7 Rohingyas lodged in the Silchar Detention centre in Assam to Myanmar pic.twitter.com/UPCX142NSo
— ANI (@ANI) October 4, 2018
સાત રોહિંગ્યાઓને પરત મોકલવામાં રોકવા માટે બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રોહિંગ્યાઓ સંબંધિત પેન્ડિંગ કેસમાં જ આ અરજી કરવામાં આવી હતી. આ અરજીની વકિલાત કરતાં અગ્રણી વકિલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, અમુક રોહિંગ્યાઓને દેશમાંથી કાઢવામાં આવી રહ્યા છે. તાત્કાલિક સુનાવણીની જરૂર છે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે કહ્યું છે કે, કોઈ મેંશનિંગ નથી. આ સંબંધમાં અમે માનદંડ નક્કી કરીશું. અંતે સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાઓને રોકવાની પ્રક્રિયા અટકાવવાની અરજી ફગાવી દીધી છે.