મેટોડામાં કાર્યરત થયેલા ૨૫ ટકા ઔધોગિક એકમો પણ મુશ્કેલીમાં
સક્ષમ ઉધોગપતિઓ કરવેરા ભરી મહામારી સામે લડવા સરકારને મદદરૂપ થાય : બિપિનભાઈ હદવાણી
ઉદ્યોગોની સ્થિતિ વિશે ગોપાલ નામકીનના મેનેજીંગ ડિરેકટર બીપીનભાઈ હદવાણીએ જણાવતા કહ્યું હતું કે લોક ડાઉન લોકોના હિતનો નિર્ણય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ તેના કારણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અનેક મુશ્કેલીઓ આવી રહી છે તે વાતને પણ નકારી શકાય નહિ. સતત એક મહિના સુધી એકમો બંધ રહેવાના પરિણામે સૌ પ્રથમ તો ઉદ્યોગ સાહસિકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. તે ઉપરાંત ઔદ્યોગિક એકમમાં પરસેવો પાડતા કર્મચારીઓ મોટા ભાગના પરપ્રાંતીય હોય છે જેમણે લોકડાઉનના પરિણામે વતન હિજરત કરી છે પરંતુ મને આશા છે કે જ્યારે ફરીવાર પરિવહન શરૂ થશે તો તે કર્મચારીઓ પરત ફરશે. તે સિવાય પણ અનેકવિધ સમસ્યાઓ છે પરંતુ જે રીતે ઔદ્યોગિક એકમોને અમુક રાહત આપવામાં આવી છે તેના કારણે ફરીવાર એકમો કાર્યાન્વિત થયા છે જે ખૂબ સરાહનીય પગલું છે. પરંતુ હાલ બંધ અને પરિવહનને પ્રશ્નના કારણે પણ ઔદ્યોગિક એકમોને હાલાકી પડનાર છે. લોખંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકરો ને રો મટીરીયલ માટે હાલાકી ભોગવવી પડશે. તેમણે તેમના વ્યવસાય વિશે જણાવતા કહ્યું હતું કે અમારી પ્રોડકટ ફૂડ ક્ષેત્રની છે જેના કારણે અમને કોઈ લાંબી અસર થઈ નથી. ફૂડ ઉદ્યોગને ઉધારી સહિતની સમસ્યા હોતી નથી તેથી અમને કોઈ ખાસ અસર થનાર નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમુક ઇન્ડસ્ટ્રીઝ લોન હેઠળ ચાલતી હોય છે તો હાલના સમયે ઇએમઆઈમાં રાહત આપવી જોઈએ જેથી નાના ઉદ્યોગ સાહસિકો આર્થિક સંકળામણ ન અનુભવે. તેમણે આ ઉપરાંત કહ્યું હતું કે ખાદ્ય ખોરાક ક્ષેત્ર વિશે જણાવતા જણાવ્યું હતું કે હાલના સમયમાં પણ અમારા પ્રોડકશનની સાપેક્ષે ચાર ગણી વધુ ડિમાન્ડ છે જેથી અમારા ઉદ્યોગને કોઈ માર પડનાર નથી. તેમણે કોરોનાના ભય વિશે જણાવતા કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં કર્મચારીઓ ખૂબ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ લોકોમાં જાગૃતિ આવી છે જેના પરિણામે હવે ભયનો માહોલ નથી, ફક્ત સાવચેતી થી તેઓ કોરોના ને ફેલાતો અટકાવી રહ્યા છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વનો ચીન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે ભારત માટે ઉજળી તક છે કેમકે ઓછા નફામાં વધુ વેપાર ની મોનોપોલી સાથે ચીન કાર્યરત છે તો તે ભારત પણ કરી શકે છે. અંતમાં તેમણે અપીલ કરતા કહ્યું હતું કે જે સક્ષમ ઉદ્યોગકારો છે તેઓ સમયસર કરવેરા ભરી સરકારને આ મહામારી સામે લડવા સહયોગ આપે જેથી આપણો દેશ ઝડપથી મહામારીમાંથી બહાર આવી શકે.
- કર્મચારીઓ હિજરત કરી જતા મેન પાવરની કમી : યોગેશ વાળા
નુબેલા સર્જિકલના એચ.આર. હેડ યોગેશ વાળાએ અબતકને જણાવ્યું હતું કે લોકડાઉનમાં જે આંશિક છુટછાટ મળી છે તે સરકારનું સરહાનિય પગલું છે. પરંતુ લોકડાઉનમાં કંપનીનું વર્ક બંધ પડી જતાં તેને ફરી શરૂ કરવા કેટલાક સમયમાં કેટલાક કર્મચારીઓ પોતાના વમન હિજરત કરી ગયા છે. હવે આ કર્મચારીઓને પરત લાવવામાં મેન પાવરની અછત રહેશે. જેથી પ્રોડકશનમાં મોટી અસર પડશે. તદઉપરાંત રાજકોટ શહેર અને આસપાસના ગામોમાંથી આવતા કર્મચારીઓને ફેકટરી સુધી પહોચાવાની સમસ્યા છે. જેને નિવારવા દસ્તાવેજી કાર્યવાહી ચાલુ છે. પરીવહન અટકી જવાની અસર થોડી ઘણી થઇ છે. કારણ કે, અમે મેડીકલ પ્રોડકશનનું કામ કરતાં હોવાથી ઇમરજન્સીમાં પરિવહન કરવાની જરૂ ર પડે તો છુટછાટ મળી રહી છે. રો-મટીરીયલનો સ્ટોક હોવાથી પ્રોડકશન અટકયું નથી તેમ યોગેશ વાળાએ જણાવ્યું હતું.
- લોકડાઉન ખુલ્યા બાદ મસાલા ઉદ્યોગ માટે ભારે ડીમાન્ડ પરંતુ લીકવીડીટીનો પ્રશ્ર્ન : સિઘ્ધાર્થભાઈ
અદાણી મસાલાના માલિક સિઘ્ધાર્થભાઇએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન ખુલશે ત્યારે વર્કરોને લઇને અનેક પ્રશ્ર્ન આવશે કારણ કે અમારા મોટાભાગના વર્કરો શહેર કે જીલ્લા બહારના છે. જેઓ લોકડાઉન પછી પોતાના વતન જવા માટે ઉત્સુક છે. તથા ત્યાંથી હજુ કેટલા લોકો કામ માટે આવશે. લોકડાઉનથી કોરોનાને રોકી શકાયો ફાયદો પણ થશે લોકડાઉન પછી દેશભર અને બહારના દેશોમાં એકસપોર્ટ કરતાં વેપારીઓ માટે એક સ્કોપ ઉભો થશે. પરંતુ મસાલા ઉઘોગને નહીં પરંતુ બીજા ઉઘોગની ખરીદી શકિત ઘટવાની થોડી અસર થશે પરંતુ ભારત ભવિષ્યમાં આર્થીક રીતે મજબુત થશે તેવું તેમનું માનવું છે. જેમના ઉઘોગની વકીંગ કેપીટલ અને લીકવીડીટીના પ્રશ્ર્નો આવશે તેમ જણાવ્યું હતું . સરકારો બેન્કોની મદદથી ઇન્ડસ્ટ્રીઝને મદદરૂ પ થવા સ્કીમો આપવી જરૂ રી છે. લોકડાઉન દરમિયાન ઇન્ડસ્ટ્રીઝને મદદરૂ પ થઇ હતાી હાલમાં ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી મસાલાઓ બહાર પહોચાડવા અમારે અમારા પોતાના વાહનનો ઉ૫યોગ કરવો પડયો છે. લોકડાઉન ખુલ્યા પછી બધી ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને મસાલા ઇન્ડસ્ટ્રી ઝમાં બહું મોટી માંગ ઉભી થશે પરંતુ લીકવી ડીટીના કારણે કદાચ ડીમાન્ડ ઘટે તેમ ઉમેયુૃ હતું.
- સ્ટીલ ઉદ્યોગમાં રો-મટીરીયલ બહારથી આવતું હોય માત્ર રપ ટકા જેટલું જ કામ શકય : બાબુભાઇ પીપળીયા
બાલાજી સ્ટ્રીલના માલીક બાબુભાઇ પીપળીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન થયું તે પહેલા યોગ્ય રીતે ચાલતો હતો તે હાલમાં છુટ મળ્યા બાદ અમારો વ્યવસાય ર૦ થી રપ ટકા જ ચાલે છે. અત્યારે ખાસ તો લેબરના ઘણા પ્રશ્ર્નો છે. મજુરો પુરા આવતા નથી. કલેકટર તંત્ર દ્વારા જો કે ઉઘોગપતિઓને સહયોગ પુરા પ્રમાણમાં આપવામાં આવે છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં રો-મટીરીયલ્સ બીજા રાજયોમાંથી આવતું હોવાથી હાલ ટ્રાન્સપોર્ટ બંધ છે ત્યારે રો મટીરીયલ્સ મળતું નથી. બેન્કો ત્રણ મહિનાઓ માટે હપ્તા પાછળથી લેશે પરંતુ જો તે તેમનું વ્યાજ અને હપ્તા માફ કરે તો તેમના ઉઘોગોને ફાયદો થશે.
- એક મહિનાના બંધ બાદ છુટછાટ મળી તેનો ઉદ્યોગકારોને આનંદ : દીપ તારપરા
લોધીકા જીઆઇડીસીમાં આવેલ વેસ્ટર્ન ઇરીગેશન કંપનીના ડાયરેકટર દીપ તારપરાએ જણાવ્યું હતું કે, એક મિ!ના સુધી ઉઘોગો બંધ રહ્યા બાદ આંશિક છુટછાટસાથે ઉઘોગ શરુ થયા છે. કોરોના મહામારી સામે અન્ય રાજયો કરતાં ગુજરાતનું પ્રદર્શન સારુ રહ્યું અન્ય રાજયોમાં ઉઘોગોને છુટછાટ નથી મળી પરંતુ ગુજરાતના ઉઘોગોને છુટછાટ મળી ગઇ છે તેનો આનંદ છે. વેસ્ટર્ન ઇરીગેશન કંપની ખેતી માટેના પાઇપનું ઉત્પાદન કરે છે. દીપ તારપરાના જણાવ્યા મુજબ હાલ ખેતીની સિઝનમાં પાઇપનો ઉપયોગ ખેડુતો વધારે પ્રમાણમાં કરતા હોય છે આવા સમયે ઉત્પાદન શરુ થઇ જતા હવે બજારમાં કોઇ અછતનું નિર્માણ નહીં થાય આ ખેડુતો માટે પણ રાહતરુપ છે. ઉઘોગની સમસ્યા જણાવતાં ઉમેર્યુ હતું કે, જે જવાબદાર કર્મચારી શહેરી વિસ્તારમાં રહે છે તેઓ હાલ કં૫નીની કામગીરીમાં ભાગ નથી લઇ શકતા કારણા કે, ફેકટરી સુધી પહોચવામાં તેઓને ઘણી અડચણ પડે છે. સાથે એક મહિનામાં બંધ દરમિયાન કંપનીના ખર્ચા જેમના તેમ જ હતા. ઉપરથી લોનનું ભારણ પણ હોય આવા સમયે કોઇ પણ મોર્ગેજ વગર બેંકો સહાયરૂ પ લોન કરે તો ઉઘોગો માટે તે સુખના સમાચાર હશે.
- પશુઆહાર ઉઘોગમાં ઓછા સ્ટાફ અને માલથી થાય તેટલું પ્રોડકશન ચાલુ : મનસુખભાઇ ટીલવા
પશુઆહાર બનાવતા ગણેશ મીલના માલિક મનસુખભાઇ ટીલવાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલમાં કાચો માલ આવતો નથી જેના કારણે અમારી મીલ હાલ બંધ છે. અમે ગુજરાત બહારના રાજયોમાં માલની ડીલેવરી કરીએ છીએ પરંતુ હાથ આંતર રાજય ટ્રાન્સપોર્ટશેન બંધ હોવાથી અમારી પ્રોડકટ ડીલેવરી કરી શકતા નથી. હાલ અમારી પાસે ઓછા માણસો હોય તેનાથી જે રો-મટીરીયલ પડયું છે. તેમાંથી થાય તેટલું પ્રોડકશન કરીએ છીએ. ગુજરાતની અંદર ટ્રાન્સપોર્ટ કરવાની છુટ છે.
અમારી પ્રોડકટ જરુરી વસ્તુમાં આવે છે. તંત્ર દ્વારા અમને સારો સહયોગ મળેલો છે. લોકડાઉનના કારણે ઇન્ડસ્ટ્રીઝને લાંબા સમયથી બંધ હતી ત્યારે જે ઇન્ડસ્ટ્રીઝએ લોન કે સી.સી. લીધેલ હોય તેમને માફી આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવે.
- મેટલ ટ્રીટમેન્ટ ઉદ્યોગમાં ઉત્૫ાદન સંપૂર્ણ રીતે શરૂ થઇ શકયું નથી : રાહુલ ભાયાણી
રવિ મેટલ ટ્રીટમેન્ટના પાર્ટનર રાહુલભાઇએ અબતક સાથેની મુલાકાત જણાવ્યું હતું કે, આમ તો લોકડાઉન પહેલાથી ૧૦ ટકા જેટલું કામ ઓછું હતું અચાનક લોકડાઉન થવાથી જે કંપનીઓએ અમને ઓર્ડરનો માલ તેમને પહોચાડી શકયા નથી. લોકડાઉન પછી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થતાં અમે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે કામ કરીએ છીએ. હાલ ઇન્ડ્રસ્ટ્રીઝમાં કામ કરતાં માણસો ઓછા છે. તથા ખાસ તો ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ શરૂ થયું નથી. તેના કારણે પ્રોડકશન જોઇએ તેટલું શરૂ થયું નથી. અમારે ત્યાં કામ કરતા પરપ્રાંતિય મજુરોને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવ્યો હોવાથી તેનો કોઇ પ્રશ્ર્ન થયો નથી. અને જમવા માટેની જમવા માટેની કીટોનું અને પગાર એડવાન્સમાં આપવામાં આવ્યો છે. સરકારી તંત્ર તરફ પડી તકલીફ નથી પરંતુ, મંજુરી લેતી વખતે અમને સમય લાગ્યો હતો. બેન્કો દ્વારા જણાવાયું છે કે જે ત્રણ મહિના સુધી હપ્તા ન ભરે તે આવશે પરંતુ ત્રણ મહિનાનું વ્યાજ પણ લાગશે જો એમાં છુટ મળવી જોઇએ. લોકડાઉન ખુલ્યા પછી અમારું કામ વધશે પરંતુ ફાઇનાન્સીયલી પ્રશ્ર્નો આવશે.
- ઉદ્યોગને આગળ કઈ રીતે લઈ જવો તે ઉદ્યોગકારો માટે સૌથી મોટો ચિંતાનો વિષય : રાજેશભાઈ ડોબરીયા
કોરોનાના કારણે લોકડાઉન જે થયું છે તેને લઈ ઉદ્યોગોને ઘણીધણી અસરનો સામનો કર્યો છે. ત્યારે ઉદ્યોગોને શુ સમસ્યા તે વિશે યુફ્રેશના રાજેશભાઈ ડોબરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે લોકડાઉન થતાં જ તમામ ઉદ્યોગોની સ્થિતિ અત્યંત ક્ફોડી બની છે. જેનું એક કારણ એ પણ છે કે લોકડાઉન કયારે ખૂલ છે અને ધંધા રોજગારો તેવી રીકે ધમધમશે તેનું કાંઈ જ નકકી નથી હાલ જે વ્યવસાય એટલે કે ડેરી વ્યવસાય સાથે જોડાયા છીએ તે માટે એ પ્રશ્ર્ન છે કે ડીમાન્ડની સામે સપ્લાય અત્યંત વધુ છે જેને પહોચી વળવું અત્યંત મુશ્કેલ ભર્યું સાબીત થયું છે. ડેરી ઉદ્યોગને લઈ હાલ ખેડુતોના ધણા બધા ઈસ્યુ સામે આવી રહ્યા છે. રાજેશભાઈ ડોબરીયાએ જણાવ્યા મુજબ સરકાર લોન માફી અથવા વ્યાજમાં માફી આવે તો આ સમયગાળામાં જે નુકશાન થયું છે. તેની ભરપાઈ કરી શકાય. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સરકાર ટ્રાન્સપોર્ટેશનને છૂટછાટ આપે તો પેન્ડીંગ પડેલા ઓર્ડર ડીસ્પેચ માટે તૈયાર છે તેનો તરત નિકાસ થઈ શકે અને તરલતામાં પણ વધારો થાય હાલની સ્થિતિમાં તરલતાના અભાવે કોઈ પણ કામ કરવું અધરૂ છે. લોકડાઉનમાં જે ડિસ્ટ્રીબ્યુશન ચેન કાર્યરત હોવી જોઈએ તે ન થતા ઘણી તકલીફનો સામનો ઉદ્યોગોએ કરવો પડે છે.
- પરિવહનની સમસ્યા સૌથી મોટો પડકાર : ભાવિન જાવીયા
ઔદ્યોગિક એકમોને મળેલી છૂટછાટ વિશે જી એમ વાલ્વના મેનેજીંગ ડિરેકટર ભાવિનભાઈ જાવીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સરકારે ઔદ્યોગિક એકમોને જે પ્રકારની છૂટછાટ આપી છે તે ખૂબ સારી બાબત ચબે પરંતુ હા કર્મચારીઓ ફક્ત ૨૦% જ કાર્યરત છે, રો મટીરીયલ ની આપ લે કરી શકાતી નથી અને પ્રોડક્શન બાદ પરિવહન ની સમસ્યા હોવાથી સપ્લાય માટે પણ સમસ્યા ઉભી થઈ છે જેથી મને લાગે છે કે હજુ બધું વ્યવસ્થિત રાબેતા મુજબ શરૂ થતા આશરે ૨૦ દિવસ જેટલો સમય લાગી જશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમ બંધ કર્યા બાદ શરૂ કરવાંમાં અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે જેમકે હાલ અમારે ૨ દિવસનો સમય તો તમામ મશીનરી સેટ કરવામાં લાગી જશે કેમકે બંધ મશીનના તમામ સેટિંગ્સ ફરીથી કરવા પડતા હોય છે તેમાં પણ પૂરતો કર્મચારિવર્ગ નહીં હોવાથી ચેઇન પુરી થતી નથી. તેમણે આ તકે કહ્યું હતું કે હાલ બેંક તરફથી ઉદ્યોગ સાહસિકોને
અમુક પ્રકારની રાહત આપવામાં આવે તો ઉદ્યોગોને ફરી ધમધમતું કરી શકાય કેમકે અમારા તમામ કર્મચારીઓને અમે લોક ડાઉન દરમિયાન પણ પગાર આપીએ છીએ અને આગળ પણ આપીશું તો બેંકો થોડી મદદ કરે તો સારી રીતે ઉદ્યોગ ચલાવી શકાય. તેમણે આ તકે પરિવહન વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ સૌથી મોટો પડકાર પરિવહન છે કેમકે અમારું ઘણું ખરું પ્રોડક્શન તૈયાર છે, ઓર્ડર પેન્ડિંગ છે પરંતુ પરિવહનને કારણે અમે ડિલિવરી કરી શકતા નથી અને હજુ એકાદ સપ્તાહ સુધી આ સમસ્યાનો અમારે સામનો કરવો પડશે એવું મને લાગી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે અમને ફેકટરી દીઠ ફક્ત એક જ પાસ આપવામાં આવ્યો છે જે મારો પાસ છે જેથી રાજકોટ સહિતના સ્થળોથી આવતો અમારો કર્મચારીવર્ગ નોકરી પર આવી શકતો નથી આ મામલે અમે એસોસિએશનમાં રજુઆત કરી છે અને તેમણે અમને ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. તેમણે વૈશ્વિક બજારની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે અમે એક્સપોર્ટર છીએ ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે સમગ્ર વિશ્વનો ચીન પરથી ભરોસો ઉઠી ગયો છે ત્યારે ભારત તેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર આવશે તેવું મને લાગી રહ્યું છે.
ફોર્જીંગ ઉદ્યોગમાં મસમોટા વીજ બિલ સહિતના અનેક ખર્ચાઓમાં રાહત જરૂરી: પરેશભાઇ સતાણી
ફોજીંગ એન્ડ ટર્નના ઓનર પરેશભાઇ સતાણીએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે ટ્રાન્સપોર્ટશન બંધ હોવાથી લોકડાઉન પહેલાના ઓર્ડરોનું મટીરીયલ્સ અહીં જ પડયું રહ્યું છે. હાલમાં પણ ટ્રાન્સપોર્ટશનની પૂર્ણ સુવિધા નથી. જેથી મટીરીયલ્સને કાટ લાગવાથી ખરાબ થઇ રહ્યું છે. ઉપરથી કર્મચારીઓના પગાર, અમારા ઉઘોગના મસમોટા વિજ બિલો, વ્યાજ ખર્ચનો માર યથાવત છે. જેથી સરકારે ઉઘોગને રાહત માટે કોઇ પેકેજ જાહેર કરવું જોઇએ.
કર્મચારીઓને આવન જાવનની પરમિશનને લઇ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. પરપ્રાંતિય મજુરો કે જેઓ પોતાના વતન ગયા હતા તે ત્યાં જ ફસાઇને રહી ગયા છે. તદઉપરાંત જે સૌરાષ્ટ્રમાં જ વસે છે તેવા કર્મચારીઓ પણ પોત પોતાના ગામડે ચાલ્યા ગયા હતા. તેઓને અહીં પરત આવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આસપાસના ગામડામાં રહેતા કર્મચારીઓને અહી આવતા વચ્ચે જ રોકી લેવામાં આવે છે. વાહનો માટે પણ પરમીશન લેવા જણાવાયું છે. કંપની ચાલુ થયા બાદ પણ અનેક મુશ્કેલીઓ છે. પરમીશન માટેના ડોકયુમેન્ટ છેલ્લા બે દિવસથી તૈયાર કરી રહ્યા છીએ. તમામ ફોમોલીટી કોમ્પ્લીકેટેડ છે. હાલ કંપની આ તમામ મુશ્કેલીનો સામનો કરી રહી છે. સામાન્ય સ્થિતિ થતા હજુ એકાદ મહિનાથી વધુ સમય લાગશે.
કાસ્ટીંગ ઉદ્યોગમાં રો-મટીરીયલ્સ કોરોના રેડઝોનમાંથી આવતું હોય ચાલુ એ બંધ જેવી સ્થિતિ: સચિનભાઇ પટેલ
ડેલ્ટા ટેકનોલકેટ પ્રા.લી. ના ડીરેકટર સચિનભાઇ પટેલે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં કારખાનું ખોલવાની અમોને મંજુરી મળ્યા બાદ સૌ પ્રથમ અમોને લોકડાઉન જાહેર થવાના કારણે એકાએક કારખાનું બંધ થવાથી વેન્ટીલેટરના પાર્ટસ, ક્ધટ્રોલ વાલ્વ વગેરે જેવા જીવનરક્ષક મશીનો પાર્ટસના ઓર્ડર પેન્ડીંગ હતા. તેને માલ ડીસ્પેચ કર્યો છે. પરંતુ, આ ત્રણ દિવસ કારખાનું ખોલ્યા બાદ અમોને એવું લાગે છે કે આગામી ત્રણ ચાર દિવસ બાદ અમારે રો-મટીરીયલના અભાવે ઉત્પાદન બંધ કરવું પડશે. કારણ કે અમારું રો-મટીરીયલ કોરોનાના રેડઝોનમાં બને છે. અને ત્યાં ઉત્પાદન બંધ છે. ઉપરાંત, કારખાના સારૂ થયાની મઁજુરી છે જે રીતે લોકોનો રસ વઘ્યો છે તેને જોતા કોરાના વાયરસ ફેલાય તેવી સંભાવના વધી જાય તેમ છે જેથી, આ તમામ સંભાળનાઓને ઘ્યાનમાં રાખીને સામાજીક અને માનવતાની દ્રષ્ટિએ અમારું કારખાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમારી પાસે મજુરો ઇન હાઉસ છે તેનાથી અતિ જરુરી એવા જુના ઓર્ડરો પુરા કર્યા છે. પરંતુ હાલમાં સુપરવાઇઝર અને એન્જીનીયર લેવલનો સ્ટાફ ન હોય કવોલીટી મટીરીયલ બનવાની સંભાવના ઓછી છે. જેથી, પણ કારખાનું ચાલુ રાખવાનો કોઇ અર્થ નથી અમારું એક એકસપોર્ટનું ક્ધસાઇમેન્ટ જે તૈયાર હતું જેને માત્ર મોકલવાનું બાકી હતું તેના માટે આજે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા થઇ છે. આ પાર્ટસછે તે ઓઇલ રીફાઇનરી, કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં અને ફાર્માસ્યુટીકલ કંપનીમાં વપરાય છે. જેથી, આ એકસપોર્ટનું ડીસ્પેચ થયા પછી અમો કારખાનું બંધ કરવાના છીએ. સરકારે હાલમાં અમોને થોડી રાહત આપી છે એટલી જ આગામી સમયમાં આપે તો અમારા માટે થોડી આર્થિક સરળતા રહેશે.
કૃષિલક્ષી સીઝનલ બિઝનેસમાં કંપનીઓનું આયોજન વેરવિખેર કરવાના પ્રયાસો: પ્રતિકભાઇ જોષી
ભૂમિ એગ્રોના સેલ્સ મેનેજર પ્રતિકભાઇ જોષીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુું હતું કે લોકડાઉન પહેલા અમારું પ્રોજેકટ હતું કે, આગામી સીઝનમાં સારુ કામ કરી શકીશું. પરંતુ લોકડાઉનના કારણે એકાદ માલ સુધી અમારી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેવાને કારણે અમારા આયોજનને નુકશાન થવા પામ્યું છે. દાવામાં સરકારે ઇન્ડસ્ટ્રીઝ શરુ કરવા છુટછાટ આપી છે તો અમારા આયોજનમાં મુજબ જેટલો થશે શકે જેટલો બિઝનેસ કવરઅપ કરવાનો પ્રયત્ન કરીશું. અમારો એગ્રોને બિઝનેસ સીઝનલ છે જેથી, લોકડાઉન પહેલા અમે ઓર્ડર અને આગોતરા આયોજન મુજબ પ્રોડકશન કર્યુ હતું. પરંતુ લોકડાઉનના કારણે અમારી સીઝનનો એક માસનો સમય નીકળી ગયો છે હાલ લોકડાઉન જે અમારી પોઝીશન હતી જેમાં લોકડાઉન બાદ ભારે ફેરફાર થવા પામ્યો છે. હાલ જે ઓર્ડર છે જેને ટ્રાન્સપોર્ટ શરૂ થયા બાદ પૂરા કરીને તથા ધીમે ધીમે પ્રોડકશન શરુ કરીને જેટલું થાય જેટલું માર્કેટ કવર અપ કરવાના પ્રયાસો કરીશું.
અમે કોરોના સામેની તકેદારીના ભાગરુપે જેટલો ફેકટરીની અંદર જે સ્ટાફ છે તે સ્ટાફથી થાય તેટલું પ્રોડકશન શરુ કર્યુ છે. લોકડાઉનના સંપૂર્ણ ઉઠી જાય ત્યાં સુધી આ રીતે પ્રોડકશન હાથ ધરીશું સરકારે લોકડાઉનમાં અમુક ઉદ્યોગોને છુટછાટ આપી છે જેથી અમારું રો-મટીરીયલ કે જે લોખંડ અને પ્લાસ્ટીકનું છે ને મળવાની તકલીફ પડી રહી છે.
મસાલા, ફૂડ કંપનીઓને સીઝનમાં જ ભારે ખોટ ૮૦ ટકા ઉત્પાદન ઠપ: ભાવેશભાઇ દેસાઇ
મેટોડા જી.આઇ.ડી.સી.માં ડબલ સેવન ગ્રીન નામની કંપની કાર્યરત છે. આ કંપની મસાલાથી લઇને અથાણા સહિતની ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કંપનીના એરીયા મેનેજર ભાવેશભાઇ દેસાઇએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકારે ફેકટરી શરુ કરવા મંજુરી આપી છે. પરંતુ જે અહીં કારખાનામાં રહે છે તેવા કામદારોને જ કામ માટે બોલાવવા તેવો આદેશ કર્યો છે. જેથી કંપનીમાં મેન પાવરનો ઘટાડો છે. જેને લઇ ૮૦ ટકા ઉત્પાદન ઠપ્પ થઇ ગયું છે. ટ્રાન્સપોર્ટશનનો પ્રશ્ર્ન હલ થયો નથી. જે પરપ્રાંતિય મજદુરો વતન ચાલ્યા ગયા છે. તેઓ કયારે પરત ફરશે તે નકકી નથી. જેથી સામાન્ય સ્થિતિ થતા હજુ સમય નીકળી જશે આ દરમિયાન કં૫ની કામદારો અને કર્મચારીઓને પગાર આપતી રહેશે. તમામ બાજુથી કંપની ભરપાઇ ન કરી શકે તેવી ખોટ ભોગવશે આવા સમયે સરકાર ટેકસમાં રાહત આપે તેવી પૂર્ણ અપેક્ષા છે અને ટ્રાન્સપોર્ટેશન પૂર્ણ કરી સક્રીય થાય તેવા પ્રયાસ કરે તંત્રદ્વારા અપાતા પાસમાં પણ કોઇ કારણોસર મોડું થતું હોવાની રાવ વ્યકત કરી હતી.
બેકરી ઉદ્યોગમાં પેકીંગ સ્ટાફ અને ડીલેવરી વાહનોની મંજુરીની મુશ્કેલી: વિનોદભાઇ સોજીત્રા
રામેશ્ર્વર કેનરીના પાર્ટનર વિનોદભાઇ સોજીત્રાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી બે બ્રાન્ડ છે જેમાં બેકરી આઇટમમાં સરવંતી અને કેક આઇટમમાં ફુલફેશ ફુલફ્રેશ કેકનો ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ બિઝનેસ હાલમાં સઁપૂર્ણ બંધ છે. કારણ કે કેકની રીટેલ આઉટલેટ બંધ છે. જેના કારણે આ કેકના કારીગરો કે જેના ઉંચા પગાર હોય છે તે અમારે ચુકવવા પડી રહ્યા છે. તેમને રહેવા-જમવાની વ્યવસ્થા પણ અમારી કરવી પડતી હોય અમારા જેવા નાના ઉઘોગકારોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડી છે. અમારે બેકરી આઇટમનું પ્રોડકશન ચાલુ છે તો તેમાં પેકીંગ માટે માણસો નથી. કારણ કે, અમારા પેકીંગ માટેના મોટાભાગના માણસો આસપાસના જામનગર જિલ્લાના ગામોમાંથી આવે છે. તેમને લોકડાઉનના હોવાના કારાણે જિલ્લો અલગ હોવાથી આવવા દેવાતા નથી.
અમારી બેકરીની આઇટમોની ડીલેવરી માટે વાહનોની અમોને રાજકોટ શહેરમાં માટે છુટ મળી છે. જેથી અમો કાલાવડ, મોરબી, ગોંડલ વગેરે શહેરોમાં અમારા આઇટમની ડીલેવરી માટે વાહનો મોકલી શકતા નથી. જેથી, હાલમાં જેટલું ઉત્પાદન કરીએ છીએ તે પણ વધી પડે છે. હાલમાં બેકરી આઇટમના રો મટીરીયલ પણ ૬૦ ટકા મળે છે લોકડાઉનના કારણે અમારા બીઝનેસની ચેઇન હોય તે તૂટી જવા પામી છે. તેને સેર કરવા માટે છ મહિના જેવો સમય લાગશે.