લોકસભામાં શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારની જાહેરાત
કેન્દ્રીય વહીવટી વિભાગમાં સરકાર ના અલગ અલગ મંત્રાલયોના વિવિધ ખાતાઓમાં માર્ચ ૨૦૧૮ સુધીમાં સાત લાખ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. જેમાં સૌથી વધુ રેલવેમાં જ ૨.૬ લાખ જગ્યાઓ ખાલી છે લોકસભામાં શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે આ માહીતી આપતા જણાવ્યું હતું કે એ આ જગ્યાઓ જલ્દીથી ભરાય તે માટે સરકાર પ્રતિબંધ બની છે.
શિક્ષિત બેકારોને રોજગારી પૂરી પાડવી અને સરકારી તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે સરકાર શું પગલા ભરી રહી છે? તેવા કોંગ્રેસના સાંસદ દિપક બેઝ અને ભાજપના સાંસદ દર્શના જશદોશેએ પ્રશ્ર્ન ઉઠાવી સરકારે આ જગ્યાઓ જલ્દીથી ભરવી જોઇએ તેવી માંગ કરી હતી. જેના જવાબમાં ગંગવારે ખાલી જગ્યાઓ ભરવાની સરકારની પ્રતિબ્ધતા દર્શાવી હતી. રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કાર્યક્ષેત્રની આ જવાબદારીઓમાં કેન્દ્ર માત્ર માર્ગદર્શક બની શકે છે.
સરકારના આંકડા મુજબ ૬.૮૪ લાખ જગ્યા ઓ વિવિધ ખાતાઓમાં ખાલી પડી છે. ગંગવારે જણાવાયું છે કે દેશભરની કેન્દ્રીય કચેરીઓમાં ૩૮.૯ લાખ જગ્યાઓ સામે માત્ર ૩૧.૧૯ લાખ કર્મચારીઓ કામ કરે રહ્યા છે.
સરકારના સૌથી વધુ કામદારો ધરાવતાં રેલવેમાં ૧૫.૮ લાખ કામદારોની જગ્યાઓ છે તેમાંથી ૨.૫૯ લાખ જગ્યાઓ ખાલી પડી છે. જે બાદ ખાલી જગ્યાઓમાં નાગરીક સંરક્ષણ વિભાગ આવે છે. જેમાં ૫.૮૫ લાખ જગ્યાઓ સામે માત્ર ૩.૯૮ લાખ જગ્યાઓ ભરેલી છે. અને ૧.૮૭ લાખ જગ્યાઓ ખાલી છે..
સરકારના સૌથી વધુ રોજગારી પુરા પાડતા વિભાગમાં ગૃહ બાબતોના ખાતામાં સંસદીત બાબતો અને દિલ્હી પોલીસમાં ૭૨.૩૬૫ જગ્યાઓ ખાલી પડી છે. ૧૦.૨૧ લાખ જગ્યાઓ સામે માત્ર ૯.૪૮ લાખ જગ્યાઓ પર ભરતી થઇ છે. સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે ર લાખ જગ્યાઓ ખાલી પી હોવાનો ગંગવારે જવાબ આપીને આ જગ્યાઓ ભરવા સરકારે કાર્યવાહી હાથ ધરી હોવાનું ઉમેયુૃ હતું.