સુરતની સચિન જીઆઇડીસીમાં એક ફેકટરીમાં લાગેલી આગમાં 7 મજૂરો જે લાપતા બન્યા હતા તેઓના કંકાલ મળી આવ્યા છે. આ ઉપરાંત હજુ 8 જેટલા મજૂરોની હાલત અતિ ગંભીર છે. આ મજૂરો 70થી લઈ 90 ટકા સુધી દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતાં
27 કામદારો દાઝ્યા હતા
મૃતક મજુરો સળગીને ભડથું થતા માત્ર કંકાલ જ મળ્યા, મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ કંકાલ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 90 ટકા સુધી દાજી જતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.આ અંગે સુરત પોલીસ ડીસીપીએ જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળ્યાં છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જ્યારે આ મામલે એથર ઇન્ડસ્ટ્રીઝના સભ્ય કમલ તુલસીયાને જણાવ્યું કે, ઘટના ખૂબ જ દુઃખદ બની છે. જે પણ ઈજાગ્રસ્તો હતા તે પૈકીના અત્યારે 18 જેટલા ઇજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને નાની મોટી ઈજા હોવાથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ છથી સાત વ્યક્તિઓ લાપતા હોવાની વાત અમારા સુધી પહોંચી છે. આવતીકાલે અમારી ઇન્ડસ્ટ્રીની સેફ્ટી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જે ઈજાગ્રસ્તો તેમની પણ અમે સારવાર કરાવી રહ્યા છીએ. તેમને પણ ચોક્કસ વળતર આપીશું.તેમજ મૃતકના પરિવારજનોને પણ યોગ્ય વળતર આપવાનું જણાવાયું છે
ઉલેખનીય છે કે,વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝિન-2023ની બિલિયોનેરની યાદીમાં વિશ્વના 2249 ઉધોગપતિઓમાં 168 ભારતીયોમાં એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીના સીએમડી સુરતના અશ્વિન દેસાઈને સ્થાન મળ્યું છે. જીઆઇડીસી સ્થિત એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે ભયાનક આગ લાગતા પ્લાન્ટમાં નોકરી કરતા શ્રમજીવીઓ દાઝી ગયા છે. ખૂબ મોટા પાયે કેમિકલ એક્સપોર્ટ કરવાનું કામ વિશ્વભરમાં કરે છે. જ્યારે આગની ઘટનામાં સાત કામદારોના મોત થતાંd ચકચાર મોચી જવા પામી છે.
કલાકોની જહેમત બાદ લાપતા કર્મચારીઓના માનવ કંકાલ મળ્યા
સુરતના સચિન જીઆઇડીસી ખાતે કેમિકલનું કામ કરતી એથર ઇન્ડસ્ટ્રીમાં મંળવારીની મોડી મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા ૨૭ જેટલા કામદારો આગની જપેટમાં આવી ગયા હતા. જેમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા ૨૦ મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા.અને સાત મજૂરો લાપતા હતા.જ્યારે આગ પર કાબુ મેળવ્યો બાદ ફાયર વિભાગે લાપતા કામદારોની શોધખોળ હાથધરી હતી.જેમાં કલાકોની જહેમત બાદ સાતેય કામદારોના માનવ કંકાલ મળી આવતા મૃતકોની ઓળખ કરવી પણ હાલ મુશ્કેલ બની છે.