૧૭મી લોકસભાની ચૂંટણીના ગઈકાલે આવેલા પરિણામોમા દેશભરમાં મોદી સુનામી જોવા મળી હતી જેમાં કોંગ્રેસના સાત પૂર્વ મુખ્યમંત્રીઓ ધોવાય જઈને હાર ખમવી પડી હતી જે આ ચૂંટણીમાં કોંગ્રેસના જે સાત પૂર્વ મુખ્યમંત્રીઓને હાર સહન કરવી પડી છે. તેમા દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષીત દિલ્હીઉત્તર પૂર્વ બેઠક પરથી હારી ગયા છે.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંહિરીશ રાવત , નૈનીતાલ ઉધમસીંગ, નગર બેઠક પરથી, હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા સોનીપત બેઠક પરથી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસીંગ, ભોપાલ બેઠખ પરથી હારી ગયા છે.
જયારે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીઓ સુશીલકુમારશિંદે સોલાપુરની બેઠક પરથી અને અશાકે ચવ્હાણ નાંદેડની બેઠક પરથી મેઘાલયનાં પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગામા તુરા બેઠક પરથી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વિરપ્પા મોઈલીને ચિકકબલાપુર બેઠકપરથી, અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નવાબતુર્કીને અરૂણાચલ વેસ્ટ બેઠક પરથી તેના હરીફો ઉમેદવારોએ મહાત આપી હતી જેથી મોદી સુનામીમાં કોંગ્રેસના સાત પૂર્વ મુખ્યમંત્રી ધોવાઈ જતા કોંગ્રેસની ભારે નામોશી થવા પામી છે.