અબતક મિડીયાના ફેસબૂક અને યુ-ટયુબ પર લાઈવ

કણસાગરા મહિલા કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા રાજયનાં ૧૦ હજાર કોલેજ છાત્રોમાં રાષ્ટ્રીયતાનો સંદેશ આપવાના સંકલ્પ સાથે કાલથી સતત સાત દિવસ ‘જરા યાદ કરો કુરબાની’ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ સમગ્ર આયોજનનુંલાઈવ પ્રસારણ અબતક ડિઝીટલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુક અને યુ-ટયુબ પરથી લાઈવ નિહાળી શકાશે.

રાષ્ટ્રીય સેવા યોજના કણસાગરા કોલેજ દ્વારા ૭૧માં ગણતંત્ર પર્વ નિમિતે તા. ૨૦ થી ૨૬ સતત સાત દિવસ વૈવિધ્યસભર દેશભકિતથી ભરપૂર વિવિધ કાર્યક્રમો યોજવામા આવેલ છે. તા.૨૧ થી ૨૫ દરમ્યાન દેશભકિત ગીત, ડાન્સ, વકતૃત્વ સ્પર્ધા સ્લોગન રાઈટીંગ અને નિબંધ લેખનની રાજયકક્ષાની સ્પર્ધા પણ યોજવામાં આવી છે.

૨૬મી જાન્યુઆરીએ ‘શહિદસ્મૃતિ વંદના’ કાર્યક્રમમાં નેશનલ ઈન્ટરનેશનલ આર્ટીસ્ટો દેશભકિતના ગીતો રજૂ કરશે જેમાં લલીતાઘોડાદ્રા જયદેવ ગોસાઈ, પ્રિત ગૌસ્વામી, નિલેશ પંડયા, ઘનશ્યામ જીબા, અનવર હાજી, કૃણાલ ગૌસ્વામી જેવાવિવિધ કલાકારો ગીતો રજૂ કરશે. સમગ્ર આયોજનમાં પ્રિન્સીપાલ ડો. આર.આર. કાલરીયા, ડો.ઓર્ડિનેટર, ડો.યશવંત ગૌસ્વામી નિધીબેન ગાંધીના માર્ગદર્શન તળે વર્કિંગ કમીટી આયોજન સંભાળી રહ્યા છે.

કોલેજ છાત્રો રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન જોડાઈ શકશે: નિધિબેન ગાંધી

vlcsnap 2021 01 19 12h57m30s655

‘જરા યદા કરો કુરબાની’ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી કોલેજ છાત્રો જોડાઈ શકશે. ઝૠઊજ યુ-ટયુબ ઉપર કોઈ પણ નાગરીક અમારા આ ૭૧માં ગણતંત્ર દિવસ નિમિતે યોજાયેલા કાર્યક્રમો નિહાળી શકશે ૨૦ થી ૨૬ જાન્યુઆરીના વિવિધતાસભર આયોજનમાં કોલેજ છાત્રો માટે વિવિધ સ્પર્ધા પણ યોજવામાં આવી છે.

કાર્યક્રમમાં કાલેજ છાત્રોને જોડાવા કણસાગરા કોલેજનો અનુરોધ: પ્રો. યશવંત ગૌસ્વામી

vlcsnap 2021 01 19 12h58m02s237

૭૧માં ગણતંત્ર દિવસ નિમિતે એનએસએસ કણસાગરા મહિલા કોલેજ દ્વારા તા.૨૦ થી ૨૬ જાન્યુ. દરમ્યાન સતત ૭ દિવસ કાર્યક્રમો આયોજીત થયા છે. આવતીકાલે તા.૨૦ જાન્યુ.ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન સૌરાષ્ટ્ર ગુજરાતનાં સુપ્રસિધ્ધઅને પ્રખર વકતાઓ જય વસાવડા, ભદ્રાયું વછરાજાની, કર્નલ જયદેવ જોશી અને કૌશીકભાઈ શુકલ ગુજરાતની જનતાને ખાસ કરીને યુવા વર્ગને રાષ્ટપ્રેમ અને રાષ્ટ્રભકિતનો સંદેશ આપવાની સાથે શહીદોને શ્રધ્ધાંજલી આપશે.

સમગ્ર કાર્યક્રમના સંચાલક એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી અને કો.ઓર્ડીનેટર નિધિ ગાંધી જણાવે છે કે ફિલ્મી હિરોને નહી પણ દેશના અસલી હિરો છષ. આપણા સૈનિકો, દેશની રક્ષશ કરતા આ અસલી હિરોને ઓળખે, અને ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ પૂર્વે ઘેર બેઠા જરા યાદ કરો કુરબાની કાર્યક્રમ તા૨૦ અને ૨૬ જાન્યુ ૪ થી ૬ ઓનલાઈન જોવાની સાથે લાઈફ કરે, શેર કરે અને ચેટ દ્વારા શ્રધ્ધંજલી અર્પે, કોરોના મહામારી સમયે જયારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ સમિતિ થઈ ગઈ છે. ત્યારે શહીદોને ઘેર બેઠા ઓનલાઈન શ્રધ્ધાંજલી આપતા આ કાર્યક્રમમાં રાજકોટના યુવાનોની સાથે રાજકોટના તમામ વર્ગની રાષ્ટ્રપ્રેમી જનતા પણ આ કાર્યક્રમમાં જોડાય.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સૌ.યુનિ.ના કુલપતિ ડો. નીતીન પેથાણી, ઉપ કુલપતિ ડો. વિજય દેસાણી અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, પ્રિ.ડો. આર.આર. કાલરીયા પ્રાસંગીક ઉદબોધન કરશે તા.૨૦ અને ૨૬ના બંને કાર્યક્રમોનું ટીજીઈએસ કોલેજ લાઈવ યુ ટયુબ ચેનલ પરથી અને અબતક ન્યુઝચેનલ તથા અબતક ફેસબુક પરથી લાઈવ પ્રસારણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.