ભગવાનના વ્રત કરવાના અને જરૂરી કામો ક્યાં દિવસે કરવા તે અંગે અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે જો તમે કોઈ કામ કરતા હોવ અને તે કામ યોગ્ય સમયે પૂર્ણ થાય તો તેનું ફળ સારું મળે છે. જ્યોતિષ સપ્તાહના સાત દિવસે પ્રકૃતિ અને સ્વભાવ બતાવવામાં આવ્યા છે. જો તેના અનુસાર જરૂરી કાર્ય કરવામાં આવે તો તે કામમાં તમે આસાનીથી સફળ થઈ શકો છો.
સોમવાર :
આ દિવસના સ્વામી સૌમ્ય ચંદ્ર છે. આ દિવસે જન્મ લેનાર બાળક સજ્જ બને છે. આ દિવસે તમે દક્ષિણ, પશ્ચિમ અને વાયવ્ય દિશામાં યાત્રા કરી શકો છો.
મંગળવાર :
યુદ્ધ-સેના, અગ્નિ સંબંધિત કામ, જાસૂસી કાર્ય, વાળ-વિવાદ નિર્યણ વગેરે કર્યો માટે મંગળવાર શુભ માનવામાં આવે છે. આ શુભ-અશુભ પ્રભાવો વાળો દિવસ છે. આ દિવસે કરઝ કરવું શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.
મંગળવારને હનુમાનજી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમે મંદિરે જઈને સિંદૂર કે ચમેલીનું તેલ હનુમાનજી ને ચઠાવો તો તેઓ તમારા પર પ્રસન્ન થશે. ઋણ ચુકવવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.
બુધવાર :
બુધવારના દિવસે ધન જમા (એકઠું) કરવાથી તે વધતું જાય છે. બુધવારના દેવતા વિષ્ણુ છે. આ સિવાય આ દિવસ ગણેશજી નો પણ છે. આ દિવસે યાત્રા, દલાલી, આભૂષણો કરીદવા, વાહન ચલાવતા શીખવું વગેરે કામો કરવા જોઈએ.
ગુરુવાર :
ગુરુવાર લક્ષ્મી નારાયણ નો દિવસ છે આ દિવસે લક્ષ્મી અને નારાયણ નું પૂજન કરવાથી તેમની કૃપામાં અપાર વૃદ્ધિ થાય છે. આ દિવસે લક્ષ્મી અને નારાયણનું પૂજન કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા નથી થતા અને પ્રેમ બની રહે છે.
શુક્રવાર :
આ દિવસ લક્ષ્મીજી નો દિવસ છે. માં લક્ષ્મી તંત્ર શાસ્ત્ર અનુસાર બતાવવામાં આવેલ ઉપાયને ધ્યાનમાં રાખ્યાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થઈ જશે.
આ સિવાય આ દિવસે દક્ષિણાવર્તી શંખ ભરીને ભગવાન વિષ્ણુનો અભિશેક કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે.
શનિવાર :
શનિવાર સૂર્યપુત્ર શનિદેવ ને સમર્પિત કરે છે. એટલેકે આ દિવસ તેમને સમર્પિત કરે છે. આ દિવસે તેલથી બનેલ ભોજન ભિખારીને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર બને છે.
આ દિવસે તમે પ્લાસ્ટિક, તેલ, પેટ્રોલ, લાકડી, કૃષિ સંબંધિત વસ્તુ, સિમેન્ટ વગેરે જેવી વસ્તુ ખરીદવી.
રવિવાર :
સામાન્યરીતે બધા લોકો રાજાના દિવસને રવિવારનો દિવસ કહે છે. માનવામાં આવે છે કે જે લોકો રવિવારના દિવસે જન્મે છે તે ભાગ્યશાળી હોય છે. જો આ દિવસે પૂર્વ દિશામાં જરૂરી કાર્ય માટે ટ્રાવેલિગ કરવામાં આવે તો તમને ચોક્કસ સફળતા મળશે.
આ દિવસે તમે ઔષઘી અને દવાઓનું સેવન કરી શકો છો. ઉપરાંત આ દિવસે સોનુ, તંબુ, અગ્નિ કે વીજળી સંબંધિત વસ્તુઓ ખરીદી શકો છો. આ દિવસને ભગવાન સૂર્ય નો દિવસ માનવામાં આવે છે.