રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લી.દ્વારા સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 11,925કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીતરૂ!.4,17,375/-ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.28,700/-નીપેનલ્ટી આપવામાં આવી છે.
સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ 7 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા 1કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડકરવામાં આવેલ છે.ચેકીંગ દરમિયાન કુલ 12 મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! 1,320/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.7,000/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.સિટી બસની એજન્સીએ આકરી પેનલ્ટી સહિતના અલગ-અલગ મુદ્ે સિટી બસ સેવા બંધ કરવાની ચિમકી પણ આપી દીધી છે.
છતાં કોર્પોરેશન દ્વારા મનામણા કરી ગાડી ગબડાવવામાં આવી રહી છે. ગત વિકે પણ ઓપરેટર એજન્સીને આકરી પેનલ્ટી કરવામાં આવી હતી. જ્યાં સુધી સીએનજી વાળી બસ નહિં આવે ત્યાં સુધી બાર વર્ષ જૂની બસથી સિટી બસની વ્યવસ્થા ચલાવી પડશે.
એક્સેલનો સ્ક્રૂ નીકળી જતાં સિટી બસની બ્રેક ફેઇલ: મુસાફરોનો બચાવ
યાજ્ઞિક રોડ પર બન્યો બનાવ: બસ એજન્સીને પેનલ્ટી ફટકારાશે
શહેરના રાજમાર્ગો પર 11 વર્ષ જૂની અને આયુષ્ય પૂરી થઇ ગઇ હોય તેવી સિટી બસો દોડી રહી છે. જેના કારણે છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ગઇકાલે સાંજે યાજ્ઞિક રોડ પર ધનરંજની કોમ્પ્લેક્સ પાસે રૂટ નં.18ની બસની એક્સેલનો સ્ક્રૂ અચાનક નીકળી જવાના કારણે સિટી બસની બ્રેક ફેઇલ થઇ જવા પામી હતી. જો કે સદ્ નશિબે જાનહાની થવા પામી ન હતી. ઓપરેટર એજન્સીને દંડ ફટકારવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિટી બસના અનેક રૂટ પર નિયત ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
મોટા ભાગની સિટી બસનું આયુષ્ય પુરું થઇ ગયું છે. પ્રદૂષણ ઓંકી રહી છે. દરમિયાન ગઇકાલે સાંજે યાજ્ઞિક રોડ પર રૂટ નં.18ની બસના એક્સેલનું એક સ્ક્રૂ અચાનક નીકળી જવાના કારણે બસની બ્રેક થઇ જવા પામી હતી. કોર્પોરેશનના અધિકારીઓ એવું જણાવ્યું રહ્યા છે કે બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરવામાં આવ્યા ન હતા. પરંતુ સોશિયલ મિડીયા પર વાયરલ થયેલા ફોટામાં એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે બસમાં નિયત ક્ષમતાથી વધુ મુસાફરોને ભરી દેવામાં આવ્યા હતા. બસની બ્રેક ફેઇલ થવાના કારણે કોઇ જાનહાની થવા પામી નથી. જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બસ ઓપરેટર એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવશે. જેમ-જેમ ઇલેક્ટ્રીક અને સીએનજી બસ આવશે તેમ જૂની ડિઝલ વાળી બસ બંધ કરી દેવામાં આવશે. તેવું તંત્ર જણાવી રહ્યું છે.હજુ બે મહિના આ પ્રદૂષણ ઓંકતી બસના સહારે જ ચલાવવું પડશે.