ભૂકંપનું કેન્દ્ર ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નોંધાયું હતું: મોતનો આંક વધી શકે છે
તુર્કીમાં સવારે 7.8 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી જણાવ્યા પ્રમાણે, ગર્વનરે જણાવ્યું કે અત્યાર સુધી 50થી વધુ લોકોના મોત થયા છે. યૂનાઇડેટ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે તેનું કેન્દ્ર ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. ભૂકંપનો ઝટકો રાજધાની અંકારા સહિત સીરિયા, લેબનાન, ગ્રીસ અને જોર્ડનમાં અનુભવ થયો છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 50થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે 16 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. ગુજરાતના અમરેલીમાં પણ તાજેતરમાં 2 દિવસમાં 11 આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
લોકલ સમય પ્રમાણે ભૂકંપ સવારે 4 વાગીને 17 મિનિટે આવ્યો. ભૂકંપના 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજો ભૂકંપ પણ આવ્યો. તેનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર નીચે હતું. અનેક લોકોનું મૃત્યુ થયું હોય તેવી શક્યતાઓ જણાઇ રહી છે. જોકે, સરકારે જાનહાનિ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.
નવેમ્બરમાં 6.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
નવેમ્બરમાં તુર્કીમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા એટલા તીવ્ર હતા કે રાજધાની અંકારા, ઇસ્તંબુલ અને આસપાસના વિસ્તારોમાં તેનો અનુભવ થયો હતો. આરોગ્ય પ્રધાન ફહરેટ્ટીન કોકાએ જણાવ્યું હતું કે 22 લોકો ઘાયલ થયા છે. આ લોકોએ ભૂકંપના ભયથી એક ઉંચી ઇમારત પરથી છલાંગ લગાવી હતી.