જિલ્લા કલેકટર રેમ્યા મોહનનાં અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠક મળી: સમિતિ દ્વારા રૂ.1.48 લાખનો લોકફાળો એકત્રિત કરાયો
ગુજરાત સરકાર અને વાસ્મો પુરસ્કૃત ગ્રામીણ પેયજળ પાણી પુરવઠા યોજના (ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટીવીટી ઇન રૂરલ એરીયા) જનરલ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાતી હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઇ સરકયુલર એજન્ડાથી મીટીંગ યોજાઇ રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ યોજનાઓ માટેના રૂા. 7.71 કરોડના કામોને વહિવટી મંજૂરી આપવાનું સર્વાનુમતે નકકી કરાયુ હતું.
આકામો હડમતિયા, ભંડારિયા, ભાડલા, ખડવાવડી, કનેસરા, સરધારપુર, પીપળવા, ચાવંડી, મોટાહડમતિયા, ડુમિયાણી, વડાળી, નવીમેંગણી, આબંરડી, ઘરાળા, કેશવાળા, કાળીપાટ, કુવાડવા, લીલી સાજડિયાળી, સણોસરા, જાળિયા, ગૌરીદડ ગામે થશે. ગ્રામીણ પેયજળ પાણી પુરવઠા યોજના કાર્યક્રમ હેઠળ રૂપિયા12.54 કરોડની તાંત્રીક મંજૂરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
નલસે જલ કાર્યક્રમ અંતર્ગત તાંત્રિક મંજૂરી મળેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના 38393 ઘરોને આ યોજનાનો લાભ અપાશે. જેમાટે રૂ.1.48 કરોડનો લોકફાળો એકઠો કરવામાં આવ્યો છે. તેમ સભ્ય સચિવ અને કાર્યપાલક ઇજનેરશ્રી, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
જાહેર કચેરીઓમાં બંધારણ દિવસ નિમિતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
ગુરુવારના રોજ “બંધારણ દિવસ” નિમિત્તે સવારે 11:00 કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમનું અયોજન કરવામાં આવશે. જે અન્વયે સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશન, નિગમ તેમજ અન્ય કચેરીઓમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન અને ઉજવણી કરવા જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે. ઉપરોક્ત સ્થળોએ કોવિડ-19 સંદર્ભે સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.