ભારે તીવ્ર ભુકંપના આંચકા ૮૦૦ કિલોમીટર સુધી અનુભવાયા: પૌરાણિક ઇમારતો ધરાશાયી

પેરૂમાં આજે સવારે ૭.૫ તીવ્રતાનો ભૂકંપ આવતા કેટલીક ઇમારતોને નુકસાન થયું હતું. કાટમાળને કારણે કેટલાક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૧૨ કિલોમીટર નીચે હતું.

યુએસ જીઓલોજીલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ સવારે ૫:૫૨ કલાકે વાગ્યે આવ્યો હતો.આ ભૂકંપનું કેન્દ્ર બારાન્કા નામના દરિયાકાંઠાના શહેરથી ૪૨ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એમેજોન ક્ષેત્રમાં હતું. આ ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી. એમેઝોનના લા જાલ્કા જિલ્લામાં આવેલા એક ૧૬મી સદીનું ચર્ચ ધરાશયી થઇ ગયું છે. પેરૂનાએમેઝોન અને કજામારકામાં પથૃથરો પડવાને કારણે કેટલાક હાઇવે બ્લોક થઇ ગયા છે.

આ ભૂકંપ એટલુ શક્તિશાળી હતું કે તેના આંચકા ૮૦૦ કિલોમીટર દૂર આવેલ લિમાની રાજધાની સુધી અનુભવાયું હતું. કેટલાક લોકો ભૂકંપના આંચકા અનુભવ્યા પછી ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. લોજા મ્યુનિસિપાલિટીમાં પણ એક ચર્ચને નુકસાન થયું છે.પેરૂમાં ભૂકંપ સામાન્ય છે અને ત્યાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.