- રૂ.2 લાખની અપસેટ પ્રાઈઝ સામે એક સ્ટોલના 2.25 લાખ તેમજ બીજા સ્ટોલના 5.05 હજાર ઉપજ્યા
- સાંજે રમકડાના 32 સ્ટોલની હરાજી : કાલે યાંત્રિક આઈટમના 44 તથા તા. 30એ આઈસ્ક્રીમના 16 પ્લોટની હરાજી
લોકમેળા માટેના પ્લોટની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં આજે સવારે ખાણીપીણીના મોટા બે સ્ટોલની 7.30 લાખમાં ફાળવણી થઈ છે. રૂ.2 લાખની અપસેટ પ્રાઈઝ સામે એક સ્ટોલના 2.25 લાખ તેમજ બીજા સ્ટોલના 5.05 હજાર ઉપજ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીનો મેળો આગામી તા. 17 ઓગસ્ટથી રેસકોર્સ ખાતે શરુ થવા જઈ રહ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા ગત રોજ સ્ટોલના ડ્રો બાદ ખાણીપીણી, યાંત્રિક તેમજ આઈસ્ક્રીમના પ્લોટની હરાજી અનુસ્નાધાને આજરોજ ખાણીપીણીના બે સ્ટોલની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક સ્ટોલના 2.25 લાખ તેમજ બીજા સ્ટોલના 5 લાખ 5 હજાર મળી કુલ 7 લાખ 30 હાજરમાં ફાળવણી કરવામાં આવી છે. જેની અપસેટ પ્રાઈઝ રૂ. 2 લાખ રાખવામાં આવી હતી.
આજે સાંજે રમકડાના 32 સ્ટોલની હરાજી કરવામાં આવશે. તેમજ આવતીકાલે તા. 29 ના રોજ યાંત્રિક આઈટમના 44 તેમજ તા. 30 ના રોજ આઈસ્ક્રીમના 16 પ્લોટની હરાજી દ્વારા ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ જણાવ્યું છે.
- મેળાના 700 જેટલા આકર્ષક નામ સુચવાયા, ક્યુ ફાઇનલ કરવું ? મેળા સમિતિ ગુંચવાય
રંગીલા રાજકોટના લોકમેળાના નામ પ્રજા પાસેથી જ લેવામાં આવે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે. આ વર્ષે પણ કલેક્ટર અરુણ મહેશ બાબુએ મેળાના આકર્ષક શીર્ષક માટે પ્રજા પાસેથી નામોના સૂચન મંગાવ્યા છે. જેમાં 700 જેટલા એકથી એક ચડિયાતા નામો મેળા સમિતિને મળ્યા છે. હવે આમાંથી ક્યુ નામ પસંદ કરવું તેમાં મેળા સમિતિ ગુંચવાઈ છે. જો કે આ પસંદ કરાયેલું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે.