મેક્સિકો શહેરમાં આવેલા શક્તિશાળી ભૂંકપના કારણે 130થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના કારણે સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જેને પગલે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અધિકારીઓનું માનીએ તો મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1ની નોંધાઈ છે.
મેક્સિકો સિટી, મોરલિયોસ અને પુએબ્લા પ્રાંતમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. મેક્સિકોમાં 32 વર્ષ પૂર્વે ઠીક આ જ તારીખે એક વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં 10 હજાર લોકોના મોત નિપજ્યા છે. ભૂકંપના કારણે મેક્સિકો શહેરમાં એરપોર્ટ પર થોડા સમય માટે વિમાની સેવા રોકી દેવામાં આવી છે.
શહેરની મોટા ભાગની ઈમારતો ખાલી કરાવવામાં આવી રહી છે. આ જ વર્ષે મેક્સિકોમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 90 લોકોના મોત નિપજ્યા હતા.