ક્યુશુ શહેરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 8.8 કિમી નીચે નોંધાયું: જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહીમે, કાગોશિમા અને આઈતામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી
જાપાનમાં સૌથી વધુ ભૂકંપ શા માટે આવે છે?
જાપાન ભૂકંપના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં છે. અહીં ભૂકંપ આવતા રહે છે, કારણ કે એ બે ટેક્ટોનિક પ્લેટના જંકશનની નજીક આવેલું છે. ઇશિકાવા પ્રાંત, જ્યાં ભૂકંપ આવ્યો છે એ રિંગ ઓફ ફાયરની નજીક આવેલું છે – સમુદ્રની ચારેય કોર ભૂકંપ ફોલ્ટલાઇનની એક ઘોડાની નાળના આકારમાં- રિંગ ઓફ ફાયરની નજીક છે. રિંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે, જ્યાં કોન્ટિનેટલ પ્લેટો સાથે ઓશિયનિક ટેક્ટોનિક પ્લેટો પણ આવેલી છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. એની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટે છે. 15 દેશો – જાપાન, રશિયા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રિંગ ઓફ ફાયરમાં છે.
જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનના ક્યુશુ શહેરમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 8.8 કિમી નીચે હોવાનું કહેવાય છે. મિયાઝાકી, કોચી, ઓઇટા, કાગોશિમા અને ઇહિમે શહેરો માટે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ભૂકંપના આંચકા જાપાનના મિયાઝાકી વિસ્તારમાં અનુભવાયા હતા. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહીમે, કાગોશિમા અને આઈતામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સવારે જાપાનના દક્ષિણી ટાપુ ક્યુશુમાં એક પછી એક બે મોટા ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો. તેના થોડા સમય પછી, બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.1 હતી. આ પહેલા 1 જાન્યુઆરીએ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 318 લોકોના મોત થયા હતા અને 1300 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે ઈશિકાવામાં ઘણી જગ્યાએ આગ લાગી હતી. જેના કારણે 200 ઈમારતો બળીને ખાખ થઈ ગઈ હતી. દર વર્ષે દુનિયામાં અનેક ભૂકંપ આવે છે, પરંતુ એની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક ઈન્ફર્મેશન સેન્ટર દર વર્ષે લગભગ 22 હજાર ભૂકંપ નોંધે છે. એમાંથી 100 ભૂકંપ એવા હોય છે, જેમાં વધુ નુકસાન થાય છે. ભૂકંપ થોડીક સેક્ધડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિન્દ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી રહ્યો હતો.