બન્ને રાજ્યોના ૪ર જિલ્લાના દશ હજાર કરતાં વધુ ગામો બેટમાં ફેરવાયાં: કાઝીરંગા અભ્યારણ્યનો ૯૫ ટકા હિસ્સો પાણીમાં ગરકાવ
દેશભરમાં ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં મોલાતોને બચાવવા માટે જરુરી વરસાદની ખેંચ પ્રર્વતી રહી છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોહજુ એકાદ અઠવાડીયું વરસાદ ખેંચાશે તો કપાસ, મગફળી, ધાન્ય કઠોળ ની પ્રથમ વાવણીની મોલાતો સુકાઇ જશે અને મોલાતોના બિયારણો ફેલ જઇ થાય તેવી પરિસ્થિતિ પ્રર્વતી રહી છે ત્યારે બીજી તરફ આસામ, બિહાર સહીત રાજયોમાં અતિવૃષ્ટિ અને નેપામાં ભારે વરસાદથી થયેલા જળબંબાકારથી લાખો લોકો ભારે વરસાદના આ પુરપ્રકોપમાં ૬૮ લાખ લોકો પ્રભાવિત થયા છે. બન્ને રાજયોમાં ૪ર જીલ્લાના દશસ હજાર કરતાં વધુ ગામો બેટમાં ફેરવાયા છે.
આસામ સરકારે ગઇકાલે રાજયમાં પ્રર્વતી રહેલી પુરની સ્થિતિમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. રાજયના ૩૦ જીલ્લાઓના ૪૧૫૭ ગામડાઓ અને ઉત્તર-પૂર્વ વિસ્તારના ઢેમાજી, લખમીપુર, વિશ્વનાથ, સોનિતપુર, દરંગ, ઉડલપુર, બકસા,બાર બેટા, માલબેરી, ચિરંગ, બોગાઇગાંવ, કોકરાઝાર, જીલ્લાઓમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની ગઇ છે. અને ચાર મૃત્યુ સાથે કુલ મૃત્યાંકના આંકડો આજે ૧પ પર પહોચ્યો છે. રાજયના ૩૩ જીલ્લાઓમાંથી ૩૦ જીલ્લાઓનાં ૪૩ લાખ લોકો પુર થી પ્રભાવિત થયા છે.
બીજી તરફ ગોલપાડા મોરીગાંવ, નાંગાવ, હલકાંડી સહીતના વિસ્તારોમાં ૭.૩૫ લાખ લોકો પુર પ્રકોપમાં ફસાય ગયા છે. બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર પાણીની ભયજનક સપાટી ઓળંગી જતાં આસામના પાટનગર ગુવાહટીમાં મોટો ખતરો ઉભો થયો સાથે સાથે અન્ય ૧૦ નદીઓ પણ અતિભારે વરસાદથી રોદ્ર રુપ ધારણ કરી ચૂકી છે.
રાજય સરકારે ધોરી માર્ગ ઉપર ઉભા કરવામાં આવેલા ૧૮૩ ફિલિક કેમ્પોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાંથી સલામત રીતે સ્થળાંતર કરાયેલા ૮૩ હજાર લોકોને આશ્રિત કરવામાં આવ્યા છે. સરકારે રાજયની તમામ ફેરી સેવાઓ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
વન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે વિશ્વ પ્રસિઘ્ધ કાઝીરંગનું અભ્યારણ ૯૫ટકા હિસ્સો પાણીમાં ડુબી ગયો છે. જંગલમાં એકદાંત વાળા ગેંડા સહીત ૧૭ વન્ય પ્રાણીના પુરમાં તણાઇ જવાથી છેલ્લા બે દિવસમાં મૃત્યુ પામ્યા છે. ભારે વરસાદને કારણે અસામાની ખેતી પ્રવૃતિ પણ પ્રભાવિત થઇ છે. રાજયની ૯૦ હજાર હેકટર જમીન પુરથી ધોવાઇ ગઇ છે. આ પરિસ્થિતિમાં એનડીઆરએફની ૧પ ટીમોમાં ૩૮૦ જવાનો પુરપ્રભાવિતો વિસ્તારોમાં લોકોની સલામતિ માટે તૈનાત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પણ જનઆરોગ્યની જાણવણી માટે પગલા લેવાનું શરુ કરી દીધું છે. પુર નિયંત્રણ વિભાગ પર મુખ્યમંત્રી સર્વાનંદા સોનેવાલ ર૪ કલાક દેખ રેખ રાખી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે રાહત બચાવની કામગીરીની વાત કરી હતી કેન્દ્ર સરકારે રાજયને તમામ મદદની ખાતરી આપી ગૃહમંત્રી અમિત શાહ સહીતની એજન્સીઓને આસામમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવાનું તાકીદ કરીને આસામની પરિસ્થિતિ પર રાઉન્ડ ધકલોક રહીને આ પરિસ્થિતિ પર નજર રાખવાનું જણાવાયું છે.
જયારે બિહારમાં બાર જીલ્લામાં પ્રર્વતી રહેલી પુરની સ્થિતિમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ બાળકો સહીત ર૪ ના મૃત્યુ સહીત ૨૫.૬૬ લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે. પાડોશી દેશ નેપાળમાં અતિભારે વરસાદને કારણે અતિભયંકર પુરની ૫રિસ્થિતિ વચ્ચે બિહારમાં પૂર્વ ચંપારણ્ય જીલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં પાંચ બાળકો ના તણાઇ જવાથી મૃત્યુ નિપજયાંની ધટના નોંધાઇ હતી.
બે પૈકી એક કરુણાંતિકામાં પાંચ અને છ વર્ષના બે બાળકો જયસિંહ પુરમાં રમતા રમતા પુરના પાણીથી ભરેલા ખાડામાં પડી જવાથી રામશરણ થયા હતા. બન્ને બાળકોના મૃતદેહો શોધીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.
અન્ય એક કરુણાંતિકામાં એક બાળકી સહીત ત્રણ બાળકો બુઢાવા ગામે કેનાલમાં આવેલા પુરના પાણીમાં તણાઇ ગયા હતા. આ બાળકો કેનાલને કાંઠી પુરનું પાણી જોવા ગયા ત્યારે કાંઠા પરની જમીનની કેનાલના ધસમસતા પાણીમાં પડી ને મરી ગયા હોવાનું બેજારીયા પોલીસ સ્ટેશનના પ્રમોદ પાસવાને જણાવ્યું હતું.
કેનાલમાંથી ત્રણેય બાળકોના મૃતદેહો શોધીને મોતીહારી સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. બિહારમાં સોમવારે છ વાગ્યા સુધીમાં પુરના કારણે ઉભી થયેલી જળ બંબાકારની સ્થિતિમાં અન્ય ર૪ મૃત્યુ થયા હતા. સિતામછીના-૧૦, અરુણ્યામાં-૯, કિશનગંજમાં-૪, અને શિહોરમાં -૧ મૃત્યુ નોંધાયું હતું. તેઓ અહેવાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવ્યું હતું.
રવિવાર સાંજ સુધીમાં થયેલા મૃત્યુમાં અરુણ્યામાં-૪, શિહોરમાં-૧ અને કિશનગંજમાં પાંચ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહેતી હોવાનું મુખ્યમંત્રી નીતીનકુમારને મોકલાયેલા અહેવાલમાં જણાવાયું છે. સરકારી જળ સંશાધન વિભાગના અહેવાલમાં રાજયની વાધમિત, કમલા બધન, લાલ બકૈયા, અધવારા અને મહાનંદા નદીઓ રાજયના વિવિધ વિસ્તારોમાં ભયજનક સપાટીએ વહી રહી છે. વાધમતિ નદી દહેંગ, સોનખાણ, ડબ્બાધાર અને બેનીબાદમાં રોદ્ર સ્વરુપ ધારણ કરી ચુકી છે.
ઉપરાંત હજુ આગામી ર૪ કલાક સુયોલ, અરુણ્યા કિશનગંજ, યુરનીયામાં ભારે વરસાદની આગામી કરવામાં આવી છે. બાજ જીલ્લાના ૭૭ જગ્યાઓના ૨૫,૬૬,૧૦૦ લોકો પુરથી પ્રભાવિત થયા છે જેમાં શિહોર, સિતામઢી પૂર્વ ચંપારણ્ય, મધુબની અરણ્યા, કિશનગંજ, સુપોલ દરબંગા મુજજફરપેર, અને કતિહાર જીલ્લા સહીતની જગ્યાઓ પુરથી હાલાકી ભોગી રહી છે.